એક્ઝિબિશનમાં 7000 વેપારીઓ એકત્ર થયા સુરત: ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદી વચ્ચે આજે સુરતના સરસાણા વિસ્તાર ખાતે આવેલા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેક્શન સેન્ટર ખાતે સુરત ડ્રીમ્સ દ્વારા ટેક્સટાઇલ ઉત્સવ 43 એક્ઝિબિશનની શરૂઆત કરવામાં આવી છે. મંદીમાં લોકોને વેપાર થકી લાભ થાય તે હેતુથી આ એક્ઝિબિશન કરવામાં આવી રહ્યો છે. બે દિવસીય આ એક્ઝિબિશનમાં 200 કરોડથી પણ વધુ એમઓયુ સાઇન થશે તેવી આશા છે.
એક્ઝિબિશનમાં 7000 વેપારીઓ એકત્ર થયા એક્ઝિબ્યુટર સાથે ખાસ સંવાદ:સુરત શહેરના સરસાણા ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટરમાં આજે બે દિવસીય ટેક્સટાઇલ ઉત્સવ 43ની શરૂઆત થઈ છે. આ એક્ઝિબિશનમાં રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મુલાકાત લઇ વિવિધ સ્ટોલના એક્ઝિબ્યુટર સાથે ખાસ સંવાદ હાથ ધરી તેમના ઉત્પાદકો અંગે જાણકારી મેળવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આવા એક્ઝિબિશન નો વેપારને અનેક તકો આપે છે અને આ એક્ઝિબિશન એક પ્લેટફોર્મ સમાન છે.
એક્ઝિબિશનમાં 7000 વેપારીઓ એકત્ર થયા એક્ઝિબિશનમાં વેપારીઓ અનેક પ્રોડક્ટસ લઈ આવ્યા:સાથે તેઓએ જણાવ્યું હતું કે, બિઝનેસ માટે આ આખું નેટવર્ક ઊભું કરે તેવું એક્ઝિબિશન છે જેના કારણે બહારથી આવેલા લોકો પણ ઉદ્યોગ અંગે અનેક જાણકારી મેળવી શકશે. આ એક્ઝિબિશનમાં અનેક પ્રોડક્ટસ ને લઈ વેપારીઓ આવ્યા છે જેના કારણે અન્ય ઉદ્યોગકારોને પોતાના ઉત્પાદનો ની અંગે વધુ બેહતર બનાવવા માટે અનેક તકો મળશે. સુરત ડ્રીમ્સના ડિરેક્ટર હિતેશભાઈ જૈન જણાવ્યું હતું કે, એક્ઝિબિશનના સંપૂર્ણ રીતે મહિલાઓ માટે વાપરવામાં આવનાર ફેબ્રિકને લઈને છે.
એક્ઝિબિશનમાં 7000 વેપારીઓ એકત્ર થયા દરેક સેગમેન્ટમાં મંદી હોવાના કારણે વેપારીઓ હેરાન પરેશાન: ફેબ્રિક થકી ગાઉન, સાડી, ડ્રેસ અને લેહંગા જેમ રેડીમેડ ગારમેન્ટ તૈયાર થાય છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં મંદીને લઈ બુમો સાંભળવા મળે છે દરેક સેગમેન્ટમાં મંદી હોવાના કારણે વેપારીઓ હેરાન અને પરેશાન છે. અમે આ મંદીના બ્રેકના રૂપમાં જોઈ રહ્યા છે. ઓલ ઓવર ઇન્ડિયાથી આશરે 7000 થી પણ વધુ વેપારીઓ આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે આવ્યા છે. અમે માની રહ્યા છે કે આશરે 200 કરોડ રૂપિયાનો એમઓયુ સાઇન થશે.
એક્ઝિબિશનમાં 7000 વેપારીઓ એકત્ર થયા - Jaipur airport: પાયલટે દિલ્હીથી જયપુરમાં ફ્લાઇટ ડાયવર્ટ કરી, કહ્યું ડ્યુટી અવર પૂરો થયો
- Gujarat Weather: સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન આગામી 5 દિવસ ભારે વરસાદ રહેશે