ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: 17 વર્ષની કિશોરી સાથે સતત 6 દિવસ સુધી દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની કેદ - ETVBharat Gujarat SuratFastrekCort

સુરતમાં 17 વર્ષની કિશોરી સાથે સતત 6 દિવસ સુધી દુષ્કર્મ કરનાર આરોપી અબ્દુલ મધીને 20 વર્ષની સખતકેદની સજા ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સગીરાના પરિવારજનોએ આરોપી સામે દુષ્કર્મના ઇરાદે ભગાડી જવાને લઈને ફરિયાદ નોંધાવી છે. આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મામલો ચાલ્યો હતો.

20-years-imprisonment-for-raping-a-17-year-old-girl-for-6-consecutive-days-in-surat
20-years-imprisonment-for-raping-a-17-year-old-girl-for-6-consecutive-days-in-surat

By

Published : Aug 18, 2023, 9:55 AM IST

સુરત:17 વર્ષની કિશોરી સાથે સતત 6 દિવસ સુધી દુષ્કર્મ કરનાર આરોપી અબ્દુલ મધીને 20 વર્ષની સખત કેદની સાથે 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ભોગ બનનાર સગીરાને વળતર પેટે 45 હજાર રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે. આરોપીએ કિશોરી સાથે સતત છ દિવસ સુધી સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધીને અધમ કૃત્ય આચર્યુ હતું.

આરોપી સગીરાને ભગાડી ગયો:આ બાબતે સરકારી વકીલ દિપેશ દવેએ જણાવ્યું હતું કે કે, સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ લાજપોર ગામે રહેતા શ્રમજીવી પરિવારની 19 વર્ષીય પુત્રી હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કાપડના કારખાનામાં સફાઇ કામ કરી પરિવારને મદદરૂપ થાય છે. તેણીને કારખાને જવા-આવવા માટે આરોપી અબ્દુલ હમીદ હાસીમ મધીની ઇકો કારમાં બેસતી હતી. ગત 8 ઓક્ટોબર 2022ના રોજ સવારે નોકરી કરવા ઘરેથી નીકળેલી સગીરાને ઇબ્રાહિમ શેખે ઓટો રિક્ષામાં બેસાડી સચિન વિસ્તારમાં આવેલી મુલ્લા ડાઇંગ મિલ પાસે ઓટો મૂકીને સગીરાને લઇ ભાગી છૂટ્યો હતો. આરોપી સગીરાને એસટી બસ મારફતે અમદાવાદ લઇ ગયો હતો.

'અમદાવાદથી સગીરાને અજમેર લઇ જતી વેળાએ ચાલુ લક્ઝરી બસમાં શરીર સંબંધ બાંધ્યો હતો. અજમે૨થી દહાણુ નજીકના બોરડી ગામે અબ્દુલ પોતાની સાળીના ઘરે પણ લઇ ગયો હતો ત્યાં પણ આજ રીતનું કૃત્ય કર્યું હતું. એમ સતત છ દિવસ સુધી તેણીની સાથે છ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધીને અધમ કૃત્ય આચર્યુ હતું. બીજી તરફ સગીરાના પરિવારને અબ્દુલ મધી દુષ્કર્મના ઇરાદે અપહરણ કરી ગયો હોવાની જાણ થઇ હતી. તેથી પરિવારે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.'-દિપેશ દવે, સરકારી વકીલ

સગીરાને વળતર પેટે 45 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ:સરકારી વકીલના જણાવ્યા અનુસાર મામલાની ગંભીરતા લઇ સચિન પોલીસે તાત્કાલિક તપાસ હાથધરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ 25 દિવસમાં કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી હતી. સ્પે. ફાસ્ટ ટ્રેક કોર્ટેમાં કેસ ચાલ્યો હતો અને અંતે જરૂરી પુરાવાના આધારે જજ શકુંતલા સોલંકીએ આરોપી અબ્દુલ મધીને 20 વર્ષની સખતકેદની સાથે 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તથા ભોગ બનનાર સગીરાને વળતર પેટે 45 હજાર રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે.

  1. MH Crime News : મુંબઇ મહિલાઓ અસુરક્ષિત, ટ્યુશનથી પરત ફરી રહેલી સગીરાને યુવકે મોતને ઘાટ ઉતારી
  2. Rajkot Crime: રાજકોટમાં પુત્રવધૂનો પોર્ન વીડિયો બનાવવાના મામલે આરોપીઓના રિમાન્ડ મંજૂર

ABOUT THE AUTHOR

...view details