સુરત:ઓલપાડ વિસ્તારમાં રહેતી કિંજલ (નામ બદલેલું છે) તેના પરિવાર સાથે ઉજ્જૈન ફરવા ગયું હતું. આ દરમિયાન ત્યાંથી તા. 27-10-22ના રોજ પરિવાર ટ્રેનમાં બેસી પોતાના વતન યુપી જતું હતું. સનાતન રેલવે સ્ટેશને લઘુશંકાએ ઉતરેલી 13 વર્ષની સગીરા સમયસર પરત ફરી ન હતી અને ટ્રેન ઉપડી ગઈ હતી. પરિવારના લોકોએ શોધખોળ શરુ કરી. જોકે થોડા સમય બાદ કિંજલના શિક્ષકનો ફોન આવે છે અને કહે છે કે તેઓ ઇન્દોરમાં છે. ત્યારબાદ શિક્ષક કિંજલને તેના પરિવાર પાસે મૂકી ગયો હતો.
કિંજલે પોતાના પરિવારને જણાવ્યું કે, 'શિક્ષક પપ્પુરામે તેને લગ્નની લાલચ આપીને રેલવે સ્ટેશને ઉતરી જવાનું કહ્યા બાદ પપ્પુરામ તેને એક ફાર્મહાઉસમાં પણ લઇ ગયો હતો, જ્યાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે પપ્પુરામની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.'
સરકારી વકીલ દિપેશ દવેએ રજૂઆતો કરીને આરોપીને વધુમાં વધુ સજા કરવામાં આવે તેમ જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી પપ્પુરામને તકસીરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો હતો. આ સાથે જ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને આદેશ કરીને પીડિત બાળાના પરિવારને 1 લાખની સહાય ચૂકવવા પણ આદેશ કર્યો હતો.
કોર્ટનું તારણ:
કોર્ટે ચૂકાદામાં જણાવ્યું કે, આરોપી શિક્ષક છે અને તેને ગુરુ શિષ્યના સંબંધ ઉપર લાંછન લગાડયું છે. આરોપીએ એક ગુરુ તરીકે પોતાની શિષ્યા સાથે શરીર સંબંધ બાંધી ગુનો આચર્યો છે તેને સહેલાઇથી લઇ શકાય નહીં. કાયદામાં થયેલા સુધારા પ્રમાણે 16 વર્ષથી નીચેની ઉંમરની બાળા સાથે બળાત્કાર કરનારને 20 વર્ષથી ઓછી નહીં તેવી સખત કેદની સજા તથા આજીવન કારાવાસ સુધીની સજા વિસ્તારી શકાય છે. બંને પક્ષે રજૂ થયેલા પુરાવા તેમજ દલીલોને ધ્યાને રાખીને એગ્રેટીવ અને મીટીગેટીંગ સંજોગો ધ્યાને લેતા આરોપીને ઓછી સજા કરવાનો કોઇ વિકલ્પ ન હોવાનું માનવું છે.
- Kutchh News: ભૂજની સમરસ હોસ્ટેલના કેટરર્સ સંચાલક સામે કેમ થઈ પોલીસ ફરિયાદ ?
- Chhotaudepur News: પિકઅપ વાનમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરનારા 5 બદમાશ ઝડપાયા, એક હજી પણ ફરાર