સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલી SBI બેન્ક બહાર 20 લાખની લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વિવિધ બેન્કમાં રૂપિયા લઈ જવાનું કામ કરતી કંપનીની કારમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરવામાં આવી હતી. રિક્ષામાં આવેલા બે અજાણ્યા ઈસમોએ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચથી 150 મીટરના અંતરે 20 લાખની લૂંટ - મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે
સુરત: શહેરના અઠવા પોલીસ સ્ટેશનથી 50 અને ક્રાઈમ બ્રાન્ચથી 150 મીટરના અંતરે આવેલી ચોક બજાર SBI બેન્કના કેશવેનમાંથી 20 લાખ રૂપિયાની લૂંટની ઘટના બની હતી, જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે આવનારા હતા.
લૂંટની ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે છે, ત્યારે કલાકો પહેલા આ ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. SBI બેન્કના સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે. જ્યારે પોલીસને લૂંટારૂ જે રિક્ષામાં આવ્યા હતા તે રિક્ષાનો નંબર મળી જતા સીસીટીવી અને રિક્ષાના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ, એફએસએલ, ડોગ સ્કવૉડની ટીમ પણ જોડાઈ હતી.
શહેરના ચોક બજાર ખાતે જ્યાં આ ઘટના બની ત્યાંથી 150 મીટર પર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આવેલી જ્યારે 50 મીટર દૂર અઠવા પોલીસ મથક છે. અહીં એસબીઆઈ બેન્કની ચોકબજારની શાખા આવેલી છે. જેમાં રૂપિયા લઈ જવાનું કામ કરતી ખાનગી કંપનીની કારમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરવામાં આવી હતી.