ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: જમીનની માપણી માટે રૂપિયા 9 લાખની લાંચ લેતા નાયબ મામલતદાર સહિત બે ઝડપાયા

રાજ્યમાં ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે. સુરત ACBએ 9 લાખની લાંચ લેતા નાયબ મામલતદારને ઝડપી લીધો હતો. આ સાથે બે અન્ય લોકોની પણ આ સંદર્ભે અટકાયત કરવામાં આવી છે.

લાંચ લેતા નાયબ મામલતદાર સહિત બે ઝડપાયા
લાંચ લેતા નાયબ મામલતદાર સહિત બે ઝડપાયા

By

Published : Aug 25, 2020, 8:29 PM IST

સુરત: જજીસ કોલોની પાસે 9 લાખ રૂપિયાની લાંચ લેતા હક્ક ચોકસી અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા નિરીક્ષક જમીન દફતર અને નાયબ મામલતદાર સહિત બે લોકો એન્ટી કરપ્શનના હાથે ઝડપાયા છે.

ફરિયાદીની જમીનની માપણી કરવા માટે આ કામના આરોપી રિતેશ બાલુભાઇ રાજપરા (હક્ક ચોકસી અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા નિરીક્ષક જમીન દફતર) અને જસ્મીનભાઇ અરવિંદભાઇ બોઘરા (નાયબ મામલતદાર, વર્ગ- 3, જનસેવા કેન્દ્ર, પુણા સુરત )એ એકબીજાના મેળાપીપણામાં રૂપિયા 18 લાખની લાંચની માંગણી કરી હતી. જે પૈકી અડધુ પેમેન્ટ એડવાન્સમાં આપવા અને બાકીની રકમ કામ થઇ ગયા પછી આપવાનું નક્કી થયું હતું.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય સુરત શહેર એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી ફરીયાદ આપતા મંગળવારે ACBના અધિકારીઓ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

આ છટકા દરમિયાન આરોપી જસ્મીનભાઇ અરવિંદભાઇ બોઘરાએ ફરીયાદી સાથે ફોન પર હેતુલક્ષી વાતચીત કરી આ લાંચની રકમ અન્ય એક વ્યક્તિ ડોલરભાઇ રવજીભાઇ ચકલાસીયા આપવા જણાવ્યું હતું. જે બાદ તેની સાથે હાજર અન્ય એક વ્યક્તિ રાજેશકુમાર ભનુભાઇ શેલડીયા આપવા કહ્યું હતું. લાંચની રકમ સ્વીકારતા આખરે બન્ને ઝડપાયા હતા અને ત્યાર બાદ ACBએ રિતેશ બાલુભાઇ રાજપરા અને જસ્મીનભાઇ અરવિંદભાઇ બોઘરાની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details