સુરતમાંઅશ્વનિકુમાર રોડ પર આવેલા કોંગ્રેસના કોર્પોરેટરદિનેશ કાછડીયાની ઓફિસની નીચે દારૂના નશામાં ધુતશખ્સોએહંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં, નશાખોર શખ્સોએ મેડિકલની દુકાનના કાચ તોડી લોકોને ડરાવી ધમકાવી ખૂબ હંગામો કર્યો હતો. ત્યારે ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. તોઆરોપ છે કે, નશાખોર શખ્સો લૂંટના ઇરાદે આવ્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી.
સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક, દારૂના નશામાં કરી તોડફોડ - Surat
સુરત: શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીમાં વધુ એક અપરાધ પોલીસના ચોપડે નોંધાયો છે. કોંગ્રેસ કોર્પોરેટરના કાર્યાલય નીચે આવેલા મૅડિકલ સ્ટોર પર કેટલાક ઈસમોએ દારૂના નશામાં ધુત થઈને હંગામો કર્યો હતો. તો આ સાથે ઇસમોએ મેડિકલ સ્ટૉરમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ઘટના અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. CCTYV કેમેરાના આધારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
મૅડિકલ
જો કે સમગ્ર ઘટનાને લઇઘટના અને સ્થાનિકોના નિવેદન લઈ પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. જો કે કોંગ્રેસ કોર્પોરેટરના કાર્યાલય નીચે આવેલા મેડિકલ સ્ટોર પર થયેલી તોડફોડને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.