ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: રસી મૂકાવ્યાના 17 કલાકમાં જ 2 માસના માસૂમનું મોત, પરિવારનો ગંભીર આરોપ - પરિવારનો ગંભીર આરોપ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 2 માસના બાળકનું પોલિયોના ટીપાના 17 કલાક બાદ મોત થયા હોવાની ઘટના સામે આવી છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલિયો, રોટા વાઇરસ, FIVP, પેનતાવેલન્ટ નામની રસી આપવાના કારણે મોત થઇ છે. બાળકનું કમળાના કારણે મોત થયું છે તેવું હોસ્પિટલના ડોક્ટરો જણાવી રહ્યા છે.

2-month-old-baby-died-17-hours-after-being-infected-with-polio-in-pandesara-area-of-surat
2-month-old-baby-died-17-hours-after-being-infected-with-polio-in-pandesara-area-of-surat

By

Published : Jul 26, 2023, 1:48 PM IST

ડો.ગણેશ ગોવેકર, સુપ્રિટેન્ડેન્ટ, નવી સિવિલ હોસ્પિટલ

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં 2 માસના બાળકનું પોલિયોના ટીપાના 17 કલાક બાદ મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ગણેશનગરમાં રહેતા અનિલ યાદવ સંચાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના બે મહિનાના પુત્ર આર્યનને સોમવારે સ્થાનિક હેલ્થ સેન્ટર ઉપરથી પોલિયો, રોટા વાઇરસ, FIVP, પેનતાવેલન્ટ નામની રસી આપવામાં આવી હતી. અચાનક રાતે તબિયત બગડતા હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

શંકાસ્પદ મોત:રસી આપ્યા બાદ ગઈકાલે વેહલી સવારે લગભગ 3 વાગે બાળક અચાનક રડવા લાગ્યું અને સાથે શરીર ઠંડુ પડી ગયું હતું. ત્યારબાદ અચાનક બેભાન થઇ જતા બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. પહેલું અને એકના એક બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.

'સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં બે મહિનાના બાળકને તેમના માતા દ્વારા લઇને લાવ્યા હતા. માતા-પિતા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગઈકાલે તેમના બાળકને પોલિયો અને પેન્ટાવેલન્ટ નામની રસી આપવામાં આવી હતી જેને કારણે મારા બાળકનું મોત થયું છે પરંતુ ટ્રોમાં સેન્ટરના ફરજ પરના ડોક્ટર સીએમઓ દ્વારા બાળકને જોઈ તપાસી તો માલુમ પડ્યું કે, બાળકના શરીર અને આખોમાં પીળાશ મળી આવી હતી. જે કમળાના કારણે થાય છે. તેના કારણે તેનું મોત થયું હોય તેવું કહી શકાય છે.'- ડો.ગણેશ ગોવેકર, સુપ્રિટેન્ડેન્ટ, નવી સિવિલ હોસ્પિટલ

મૃત હાલતમાં બાળકને હોસ્પિટલ લેવાયું:તેમને વધુમાં જણાવ્યું હતું કે પોલિયો રસી બાળકને પોલિયોનો રોગ ન થાય તેની માટે આપવામાં આવે છે. પોલિયોના રસીને કારણે આજ દિવસ સુધી કોઈ બાળકનું મોત થયું હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા નથી. બાળકને હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો જેથી અમારા ફરજાના ડોક્ટરો બાળકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ માટે પરિવારને જણાવ્યું હતું પરંતુ પરિવારે સંમતિ ન આપતા અંતે પોલીસ દ્વારા પણ આ મામલે બાળકના મૃતદેહને એમને એમજ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો.

'સોમવારે અમારા ઘર નજીક હરીઓમ સ્કૂલ પાસે હેલ્થ સેન્ટરમાં રસી માટે લઈ ગઈ હતી. આર્યનને પોલિયો, રોટા વાઇરસ, FIVP, પેનતાવેલન્ટ નામની રસી આપવામાં આવી હતી. જો તાવ આવે તો દવા આપવા જણાવવામાં આવ્યું હતું. મધરાત્રે લગભગ 3 વાગે બાળક અચાનક રડવા લાગ્યું અને 4 વાગે ઠંડુ પડી ગયું હતું. અમને કઈ જ સમજ પડતી નઈ હતી જેથી આર્યનના પિતાએ તાત્કાલિક 108 એમ્બયુલેન્સને જાણ કરી હતી અને તે મારફતે જ અમે નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મારા પુત્રને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. મને લાગે છે કે મારા પુત્રનું આ પોલિયોના રસીના કારણે જ મોત થયું છે.' -રીનાબહેન, મૃતક આર્યનની માતા

  1. Ahmedabad Crime: વિધવા મહિલાને બસ ચાલક સાથે થયો પ્રેમ, યુવકે લગ્નની લાલચ આપી અનેક વાર બાંધ્યા સંબંધ
  2. Ahmedabad Crime : સારંગપુરમાંથી 10 લાખથી વધુના ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ, મુંબઈથી લાવી અમદાવાદમાં ડિલિવરી કરતી

ABOUT THE AUTHOR

...view details