સુરતની પુણા પોલીસે બાતમીના આધારે કાપોદ્રાના મમતા પાર્ક નજીકથી વિરામ રબારી અને વિજય રાઠોડ નામના બે મોબાઈલ સ્નેચરની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે સ્નેચિંગ ના 7 જેટલા મોબાઈલ,રોકડ રકમ તેમજ મોટર સાયકલ મળી કુલ 1,16,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
સુરત : પુણા પોલીસે બે મોબાઈલ સ્નેચરને ઝડપયા - AMROLI
સુરતઃ સુરતમાં છેલ્લા કેટલાય સમયથી મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી રહી હતી ત્યારે, પુણા પોલીસને બે મોબાઈલ સ્નેચરને પકડવામાં સફળતા મળી છે
SURAT
તપાસમાં કાપોદ્રા અને અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ રસ્તે જતા લોકોની રેકી કરી તકનો લાભ લઇ મોબાઈલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપતા હતા, હાલ આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે