ગુજરાત

gujarat

ETV Bharat / state

એરથાણ ખાતે 2 સરકારી આવાસ થયા ધરાશાયી, ધારાસભ્ય દ્વારા કરવામાં આવી સહાય - Gujarat News

સુરતના ઓલપાડના એરથાણ ગામે હળપતિ વાસમાં 2 સરકારી આવાસ ધરાશાયી થયા હતા. જેને ઘટનાના પગલે મોડે મોડે પહોંચેલા ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા મૃતક તેમજ ઘાયલ લોકોને સહાયની જાહેરાત કરાઇ હતી.

એરથાણ ખાતે 2 સરકારી આવાસ થયા ધરાશાયી, ધારાસભ્ય દ્વારા કરવામાં આવી સહાય
એરથાણ ખાતે 2 સરકારી આવાસ થયા ધરાશાયી, ધારાસભ્ય દ્વારા કરવામાં આવી સહાય

By

Published : Aug 12, 2021, 2:48 PM IST

Updated : Aug 12, 2021, 3:34 PM IST

  • ઓલપાડના એરથાણ ગામે 2 સરકારી આવાસ ધરાશાયી
  • આવાસ ધરાશાયની ઘટનામાં મૃતકના પરિવારન તેમજ ઘાયલ લોકોને સહાયની જાહેરાત
  • ઓલપાડના ધારાસભ્ય સહિતના અન્ય નેતા ઘટના સ્થળે પહોંચ્યો

સુરત: ઓલપાડના એરથાણ ગામે હળપતિ વાસમાં ગત મોડી રાત્રીએ 15 વર્ષ જુના બે સરકારી આવાસ ધરાશાયી થઈ જવાની ઘટના બની હતી,પરિવાર ઘરોમાં સૂતો હતો તે દરમિયાન જર્જરિત એક મકાન ની દીવાલ પડી જતા બાજુ દીવાલને ધક્કો લાગતા બન્ને ઘરની દીવાલ તેમજ પતરા પડી જતા બન્ને ઘરમાં સુતેલા 4-4 સભ્યો દબાઈ ગયા હતા,ઘટના ની જાણ આજુબાજુ માં રહેતા રહીશોને થતા તેઓ તાત્કાલિક આવી ગયા હતા અને દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા જેમાં 3 વર્ષીય બાળકીનું કરુણ મૃત્યું થયુ હતું, જ્યારે ઇરજાગ્રસ્ત સભ્યોને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એરથાણ ખાતે 2 સરકારી આવાસ થયા ધરાશાયી, ધારાસભ્ય દ્વારા કરવામાં આવી સહાય

મકાન ધરાશાયની ઘટના

શહેરના ઓલપાડના એરથાણ ગામે ગતમોડી રાત્રીએ હળપતિ વાસમાં બનેલી મકાન ધરાશાયની ઘટનામાં કલાકો વીત્યા પછી મોડે મોડે સરકારી અધિકારી ઓ તેમજ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ સુરત જિલ્લા ભાજપ સંગઠના પ્રમુખ સંદીપ દેસાઈ પહોંચ્યા હતા અને સ્થળ મુલાકાત કરી હતી.

આ પણ વાંચો:સુરતના એરથાણ ગામે બે સરકારી આવાસ ધરાશાયી થતા 7 લોકો દબાયા, 3 વર્ષની બાળકીનું મૃત્યુ

સ્થાનિકોમાં રોષ

એરથાણના હળપતિ વાસમાં ઘણા સરકારી આવાસો જર્જરિત થઈ ગયા છે, સ્થાનિકો દ્વારા અવાર નવાર આ બાબતે તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાં તંત્ર દ્વારા વાત ગંભીરતાથી ન લેતા આ ઘટના બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ઘટનાને કલાકો વીત્યા છતાં સરકારના કોઈ અધિકારીઓ ન આવતા પરિવારજનો તેમજ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા મૃતકોના પરિવારને સાંત્વ પાઠવવામાં આવી

ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી અને 51 હજાર અને ઘાયલ લોકોને 25-25 હજાર આપવાની જાહેરાત કરી હતી. તેમજ રાજ્ય સરકાર તેમજ તાલુકા-જિલ્લા પંચાયતમાં પણ પરિવાર જનોને સહાય મળે તે માટેની રજૂઆત કરશે.

Last Updated : Aug 12, 2021, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details