ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં કારીગરો 1200 કેરેટના કરોડો રૂપિયાના હીરા લઈ ફરાર - Diamond latest news

સુરત: ડાયમંડ સિટીમાં ફરી એક વખત કરોડના હીરાની ચોરીથી ચકચાર મચી જવા પામી હતી. હીરા ફેક્ટરીમાંથી કારીગરો 1200 કેરેટના કરોડો રૂપિયાના હીરા લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે બે કારીગરો મેનેજરને હીરા આપવાના બદલે હીરા લઈને ત્યાંથી નાસી ગયા. બંને કારીગરો CCTV કેમેરામાં પણ દેખાય છે. જેના આધારે સુરત કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

surat
સુરત

By

Published : Jan 17, 2020, 11:06 PM IST

Updated : Jan 17, 2020, 11:19 PM IST

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા પટેલ ફળિયામાં આવેલ હીરાના કારખાનામાંથી અંદાજે 2 કરોડથી વધુના 1200 કેરેટ હીરાની ચોરીની ઘટનાની જાણ થતા સુરત પોલીસ હરકતમાં આવી હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

સુરત હીરા ફેક્ટરીમાંથી 2 કારીગરો 1200 કેરેટના કરોડો રૂપિયાના હીરા લઈ ફરાર

કતારગામમાં આવેલા પટેલ ફળિયામાં ચાલતી એચ.વી.કે.ઈન્ટરનેશનલ પ્રાઈવેટ ડાયમંડ નામની હીરાની કંપનીમાં કંપનીના મેનેજર દીપ મકવાણાએ બે કારીગરોને 1200 કેરેટના હીરા સાઈનિંગ પ્રોસેસ કરવા માટે આપવામાં આવ્યા હતાં. આ તમામ હીરા કારીગરોએ મેનેજરને આપવાના હતા. પરંતુ મેનેજરને હીરા આપવાને બદલે બે કારીગરો કરોડો રૂપિયાના હીરા લઈ નાસી ગયા હતા.

સુરત
સુરત

આ સમગ્ર ઘટના અંગે કંપની દ્વારા કતારગામ પોલીસને જાણ કરાઈ હતી. કંપની દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, આ બંને કારીગરો હીરાને સાઈનિંગ કર્યા બાદ આ હીરા કારીગરોએ પરત મેનેજર કે શેઠને આપવાની જગ્યાએ હીરા લઈને નાસી ગયાં હતાં. કરોડો રૂપિયાની હીરાની ચોરીને લઇ પોલીસ પણ હરકતમાં આવી છે. કંપનીના તમામ CCTV કેમેરા પણ ચેક કરવામાં આવ્યા છે. તેની સાથે જ બંને કારીગરો હીરા લઇ નાસી ગયા છે. બંનેના ડોક્યુમેન્ટ કંપની પાસેથી કબ્જે કરી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે કંપનીના લોકોના જણાવ્યા મુજબ આ બંને કારીગરો વર્ષોથી કામ કરતા હતા. જેઓની ઉપર કંપનીને વિશ્વાસ હતો. પરંતુ શા માટે તેઓ હીરા લઈને નાસી ગયા હતા. તે અંગે કંપની પણ આશ્ચર્યમાં મૂકાઈ છે. જો કે, CCTVના આધારે પોલીસે આ બંને કારીગરોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની ફરિયાદ કતારગામ પોલીસ ચોપડે નોંધવામાં આવી હતી. જેમાં કતારગામ પોલીસના એસીપી બી.એમ.વસાવાએ નિવેદન આપ્યું હતું.

Last Updated : Jan 17, 2020, 11:19 PM IST

ABOUT THE AUTHOR

...view details