મહુવા તાલુકામાં વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે શનિવારે મહુવા તાલુકાના કવીઠા ગામે ખાર ફળિયામાં રહેતા પશુપાલક ભરતભાઇ પટેલ અને અને અનિલભાઈ પટેલનું સહિયારું કોઢારની પાકી દીવાલ ધરાશાયી થઈ હતી ત્યાર બાદ આખું કોઢાર જ જમીનદોસ્ત થતાં કોઢારમાં બાંધેલા પાલતુ પશુઓ પૈકી બે ગાયનું મૃત્યુ થયું હતુ. ઘટનાને પગલે પશુપાલકો ચિંતાતુર થયા હતા.
સુરતના મહુવામાં કોઢાર જમીનદોસ્તઃ બે ગાયનું મૃત્યુ - mehul goswami
સુરતઃ જિલ્લાના મહુવા તાલુકામાં શનિવારે 24 કલાકમાં 116 મીમી વરસાદ ખાબકયો હતો ત્યારે મહુવા તાલુકાના કવીઠા ગામે કોઢાર ધરાશાયી થયું હતું.જેમાં અંદર બાંધેલા પાલતુ પશુઓ પૈકી બે ગાયનું મૃત્યુ થયું હતુ. સમગ્ર ઘટનાની તંત્રને જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી
![સુરતના મહુવામાં કોઢાર જમીનદોસ્તઃ બે ગાયનું મૃત્યુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3708938-thumbnail-3x2-sur.jpg)
SUR
એક સાથે બે કિંમતી દુધાળા પાલતુ ગાયના મોતની જાણ પશુપાલકો દ્વારા સરપંચને કરવામાં આવી હતી. ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક સ્થળ પર તલાટી મંત્રી પહોંચી મૃત ગાયોની નોંધ કરી,પશુપાલકોને સહાય આપવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, આ દીવાલ ઘર તરફ નહીં અને બહાર તરફ ધરાશાયી થતાં ઘરના સદસ્યોનો ચમત્કારી બચાવ થયો હતો અને અન્ય કોઈ જાનહાની ન થતાં તંત્રએ રાહત અનુભવી હતી.