ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત અગ્નિકાંડના આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજુર - surat fire

સુરત : દેશને હચમચાવી નાખનાર સરથાણા તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડમાં પોલીસે બન્ને આરોપી બિલ્ડરની ધરપકડ કરી છે. આ અગાઉ આર્ટ ક્લાસના સંચાલકની ધરપકડ થઈ ચૂકી છે. આ ઘટનામાં 22 જીવો ભુંજાઈ ગયા છે ત્યારે આ બનાવામાં અત્યાર સુધીનો ઘટનાક્રમ જાણીએ.

સુરત અગ્નિકાંડના આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર

By

Published : May 27, 2019, 8:49 PM IST

સુરતની કરુણ ઘટના પછી તંત્રએ શું શું કર્યુ?

  • પોલીસે ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી
  • બિલ્ડર અને તેનો ભાગીદાર હરસુખ વેકરીયા અને જીગ્નેશ પાઘડાળની ધરપકડ
  • બંન્ને આરોપીઓને કોર્ટમાં રજૂકરાયા
  • કોર્ટે બંન્ને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા

આ દરમિયાન સરકારી પક્ષના વકીલે દલીલ કરી હતી કે, આરોપીઓ પાસેથી બાંધકામ અંગેની, ઈમ્પેક્ટ ફી અંગેની, ભાડા અને વેરા બાબતે વિગતો કઢાવવા માટે રિમાન્ડ આપવા. તેની સામે આરોપી પક્ષે દલીલ કરી હતી કે, આ તપાસ માટે આરોપીઓની જરુર ના હોવાથી રિમાન્ડ ન આપવા તો કોર્ટે સરકારી વકીલની દલીલ માન્ય રાખીને આરોપીના રિમાન્ડ મંજુર કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details