સુરતથી મુંબઈનું 269 કિ.મીનું અંતર 70 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈ મૂલુંડની ફોર્ટિસ હોસ્પીટલમાં સુરતની ૪૦ વર્ષની મહિલામાં કરવામાં આવ્યું હતું. જયારે બન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ 3 જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં કરવામાં આવ્યું હતું.
સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૨૪માં હ્રદયનું દાન - સુરતમાં ડોનેટ લાઈફ
સુરત: સુરજ આથમ્યો પરંતુ તેની રોશનીથી અન્ય ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓના જીવનમાં ઉજાસ ફેલાયો. ઉડિયા સમાજના બ્રેનડેડ સુરજ બાબુભાઈ બહેરાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી હતી.
સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૨૪માં હ્રદયનું દાન
ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ બ્રેનડેડ સુરજ બાબુભાઈ બહેરાના પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે નતમસ્તક વંદન કરે છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૪૭ કિડની, ૧૩૯ લીવર, ૭ પેન્ક્રીઆસ, ૨૪ હૃદય, ૪ ફેફસાં અને ૨૫૨ ચક્ષુઓ મળી કુલ ૭૭૩ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૦૯ વ્યક્તિઓને નવજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.