- પલસાણાના બલેશ્વર ગામમાં 172 આવાસોનું ખાતમુહૂર્ત કરાયું
- 88 આવાસોનું પેમેન્ટ આવ્યું હોવાથી કામ ઝડપી કરોઃ ઈશ્વર પરમાર
- મકાન વહેલી તકે અને સારી ગુણવત્તાવાળા બનાવવા એજન્સીને ટકોર
બારડોલીઃ પલસાણાના બલેશ્વર ગામમાં કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. SUDA દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 42 કરોડના ખર્ચે 172 આવાસ બનાવવામાં આવશે. આ ઉપરાં લિંગડ ગામમાં રૂ. 19 લાખના ખર્ચે બનેલા પેવર બ્લોકનું પણ કેબિનેટ પ્રધાને લોકાર્પણ કર્યું હતું. પ્રધાન ઈશ્વર પરમારે જણાવ્યું, કોરોના મહામારીમાં પણ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોને વેગ આપ્યો છે. આ આવાસોના લાભાર્થીઓ ગરીબ હળપતિ અને આદિવાસીઓ છે. તેમણે વધુમાં જણાવ્યું, ભૂતકાળમાં રૂ. 8 હજાર જેવી નજીવી રકમમાંથી આવાસ બનાવવામાં આવતા હતા, જે આવાસો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં રૂ. 3.50 લાખના ખર્ચે પાકું RCCનું મકાન બની રહ્યું છે. આમ, સુડા દ્વારા 42 કરોડના ખર્ચે આવાસ બનવા જઈ રહ્યા છે ત્યારે લાભાર્થીઓને ટકોર કરતા તેમણે જણાવ્યું હતું કે, મકાન તમારા માટે બની રહ્યું છે તો તેની કાળજી લેજો.
172માંથી 88 આવાસોનું પેમેન્ટ આવી ગયું હોવાથી કામ ઝડપી કરવા એજન્સીને ટકોર