ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: સુરતમાં 17 વર્ષીય કિશોરીએ Neet ની પરીક્ષામાં ઓછા માર્કસ આવતા જીવન ટૂંકાવ્યું - Surat Crime

સુરતના અમરોલી વિસ્તારમાં 17 વર્ષીય કિશોરીને Neet ની પરીક્ષામાં 720 માંથી 352 માર્ક્સ આવતા જીવન ટૂંકાવ્યું છે. હાલ આ મામલે અમરોલી પોલીસે આગળની તપાસ હાથધરી છે. આ મામલે અમરોલી પોલીસે આગળની તપાસ હાથધરી છે. યુવતીના પિતાએ આપેલી માહિતી અનુસાર તેના Neet ની પરીક્ષામાં ઓછા માર્કસ આવવાના કારણે તેને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરતમાં 17 વર્ષીય કિશોરીએ Neet ની પરીક્ષામાં ઓછા માર્કસ આવતા જીવન ટૂંકાવ્યું
સુરતમાં 17 વર્ષીય કિશોરીએ Neet ની પરીક્ષામાં ઓછા માર્કસ આવતા જીવન ટૂંકાવ્યું

By

Published : Jul 8, 2023, 3:28 PM IST

સુરત: ભણતર જરૂરી છે પરંતુ જીંદગીના ભોગ સામે ભણતરની પણ એટલી કિંમત નથી. જીવન છે તો તમે કઇ પણ કરી શકો છો. નાની નાની વાતમાં તમે તમારા જીવનનો અંત લાવી દેશો તો કદાચ આ દુનિયામાં કોઇ નહીં વધે. દુનિયામાં એવા લોકો પણ છે જેમણે નુકશાની સાથે અપમાન અને ખોટ પણ ભોગવી હોય, પંરતુ આ બધાને પાર આવીને પોતાનું ફરી નામ બનાવે છે. પરંતુ આ તમામ ઘટનાનું નામ જ જીંદગી છે. હિંમત જો હારી જશો તો જીંદગી હારી જશો. સુરતમાં પણ એવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં Neet ની પરીક્ષામાં ઓછા માર્કસ આવવાના કારણે યુવતીએ આપધાત કરી લીધો છે.

જીવન ટૂંકાવાની ઘટના: સુરતના અમરોલી વિસ્તારમાં 17 વર્ષીય કિશોરીને Neet ની પરીક્ષામાં 720 માંથી 352 માર્ક્સ આવતા ખાઈ જીવન ટૂંકાવાની ઘટના સામે આવી છે.અમરોલી વિસ્તારમાં આવેલ મહાવીર સોસાયટીમાં રહેતી 17 વર્ષીય કરીનલ કિરીટભાઈ પ્રજાપતિ જેઓએ આજરોજ વેહલી સવારે પોતાના ઘરમાં કોઈ કારણોસર જીવન ટૂંકાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘટના જાણ થતા જ અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહોંચી આગળની તપાસ હાથધરી છે.

" આ ઘટના આજે સાવરે 11 વાગ્યેની આસપાસ બની હતી.આજે સાવરે મારી પત્ની મારાં બંને છોકરાઓને સ્કૂલે લેવા માટે ગઈ હતી ત્યારે ત્યાંથી આવતા ઘરનો દરવાજો બીજી ચાવીથી ખોલી અંદર ગયા તો બીજા રૂમમાં ક્રિનલ પંખામાં લટકી જોઈ બુમાબુમ કરવા લાગી હતી જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓએ ક્રિનલને ઉપરથી નીચે ઉતાર્યો હતો".--( આત્મહત્યા કરનાર યુવતીના પિતા)

ઘણા દિવસથી હતાશ: યુવતીના પિતાએ વધુ માહિતી આપતા જણાવ્યું, કે " Neet ની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા ઘણા દિવસથી હતાશ રહેતી હતી. ત્યારબાદ મને બોલાવવા માટે મારાં બનેવી મારી ઓફિસે આવ્યા હતા. હું રત્નકલાકાર છું.અમારે ત્યાં સિક્યુરિટી ની હિસાબે અમારા બધાના ફોન જમા હોય છે. મને કોઈ પણ પ્રકારની વાત કર્યા વગર મને ઘરે લઈ આવ્યા ત્યારે મને ખબર પડી કે આ ઘટના બની છે. મારી દીકરી જેઓ ધોરણ 12 સાયન્સમાં 55 ટકા આવ્યા હતા. હાલ થોડા દિવસ પહેલા Neet ની પરીક્ષામાં 720 માંથી 352 માર્ક્સ આવ્યા હતા. માર્ક્સની ઓછા આવતા ઘણા દિવસથી હતાશ રહેતી હતી. કારણકે તેને MBBS માં એડમિશન જોઈતું હતું. પરંતુ મારી પાસે પૈસાની વ્યવસ્થા હતી નઈ. જેથી મેં તેને કહ્યું હતું કે, એક વર્ષ સુધી રાહ જો તારું આવતા વર્ષે એડમિશન કરાવી દઈશ.આ બાબતે તેણે આ પગલું ભર્યું હોય તેવું કહી શકાય છે. જોકે હાલ આ મામલે પોલીસ પણ પોતાની રીતે તપાસ કરી રહી છે.

  1. Surat Crime: સુરતમાં 14 વર્ષીય પુત્રે ટ્યુશનથી આવ્યા બાદ કર્યો આપઘાત, આપઘાતનું કારણ અંકબધ
  2. Surat Crime: મોલની ઉપર જઈ રીલ બનાવવી પડી ભારે, હાથ જોડીને માફી માંગી

ABOUT THE AUTHOR

...view details