BRTS રેલિંગ સાથે અથડાતા પરિવારના એકના એક છોકરાનું મોત સુરત:સુરતમાં ઉંધના વિસ્તારમાં BRTS રેલિંગ સાથે અથડાતા 17 વર્ષીય યુવકનું મોત થવાની ઘટના સામે આવી છે. મિત્ર જોડે બાઈક ઉપર બહાર જઈ રહ્યા હતા ત્યારે કોઈક રીતે BRTS રેલિંગ સાથે અથડાતાં સમગ્ર ઘટના બની હતી.
BRTS રેલિંગ સાથે અથડાતા ઇજાગ્રસ્ત:પરિવારના એકનો એક છોકરાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ચીકુવાડીમાં રહેતો 17 વર્ષીય રાકેશ કાન્તિલાલા સોનવણે જેઓ ગ્રેજમાં કામ કરી પોતાના પરિવારે આર્થિક મદદરૂપ થતો હતો. ગત રવિવારે તેઓ પોતાના મિત્ર જોડે બાઈક ઉપર બહાર જઈ રહ્યા હતા ત્યારે કોઈક રીતે BRTS રેલિંગ સાથે અથડાતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય હતા. તેમની સાથે તેમના મિત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે રાકેશને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બયુલેન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું.
સીસીટીવી ફૂટેજ આવ્યા સામે: જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છેકે, રાકેશ અને તેમનો મિત્ર ભરપૂર ઝડપે બાઈક ઉપર જઈ રહ્યા છે. પરંતુ કોઈક રીતે તેઓ BRTS રેલિંગ સાથે અથડાઈને રાકેશ જમીન ઉપર પડી જાય છે. આ જોતા જ સ્થાનિકો દોડી આવે છે. હાલ આ મામલે ઉંધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારનો એકમાત્ર સહારો છીનવાયો:આ બાબતે મૃતક રાકેશના સંબંધી મહેન્દ્ર પાટીલે જણાવ્યું કે, રાકેશ પરિવારનો આર્થિક સહારો હતો અને એકનો એક છોકરો પણ હતો. કારણકે તેમના પિતા કાન્તિલાલા સોનવણે જેઓ 6 મહિના પહેલા આપઘાત કરી લીધો હતો. જેથી પરિવારની તમામ જવાબદારી રાકેશના માથે આવી હતી. જેથી રાકેશ અભ્યાસ છોડીને ગેરેજમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના પરિવારમાં બે બહેનો પણ છે જેઓ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમની માતા ઘરે ઘરે જઈ વાસણો ઘસવાનું કામ કરે છે. પરિવારના એકના એક છોકરાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
- BRTS કોરિડોરમાં અકસ્માત, ખાનગી વાહનચાલકે મહિલાને હડફેટે લીધી
- Surat News : એમ્બ્યુલન્સની અડફેટે યુવક ફિલ્મી સ્ટાઈલમાં હવામાં ફંગોળ્યા બાદ મૃત્યુ, જૂઓ વિડીયો