ગુજરાત

gujarat

ETV Bharat / state

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ લાજપોર જેલના 159 કેદીઓને જામીન આપવામાં આવ્યા - Supreme Court

કોરોના કેસના કારણે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ લાજપોર જેલના કાચા-પાકા કામના કેદીઓ જેઓને સાત વર્ષની જેલવાસ ભોગવી રહ્યા છે. તેવા 159 કેદીઓને જામીનમુક્ત છોડી દેવામાં આવ્યો છે.

jail
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ લાજપોર જેલના 159 કેદીઓને જામીન આપવામાં આવ્યા

By

Published : May 19, 2021, 1:19 PM IST

  • સુરતની લોજપોર જેલમાંથી 159 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા
  • સુપ્રિમ કોર્ટના આદેશથી લેવાયો નિર્ણય
  • વિડીયો કોલ દ્વારા લેવામાં આવશે કેદીઓની હાજરી

સુરત : ગુજરાત રાજ્યમાં બીજા તબક્કાની કોરોનાનો કેહેર ચાલી રહ્યો છે એવામાં રાજયની જેલોમાં વસ્તી ગીચતા ઓછી કરવા માટે જેથી સંક્રમણ ન ફેલાય તેની માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બુધવારે સુરતના સેન્ટ્રલ લાજપોર જેલ માંથી કાચા પાકા કામના કેદીઓ જેઓને સાત વર્ષથી ઓછી સજા થઈ હોય કે પછી સાત વર્ષની સજા થઇ હોય તેવા 159 કેદીઓને લાજપપોર જેલ દ્વારા વચગાળાના જામીનમુક્ત કર્યા છે. જેથી કોરોના સમયમાં સંક્રમણ અટકી શકે તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પગલા લેવામાં આવ્યા છે.

સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ

કોરોના કેસના સંક્રમણ ના વધે તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો કે જેતે સેન્ટ્રલ જેલમાં જેટલા કાચા પાકા કામના કેદીઓ જેઓને સાત વર્ષની સજા અથવા સાત વર્ષથી ઓછી સજાઓ ભોગવી રહ્યા છે તે કેદીઓને વચગાળા જામીન મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરત સેન્ટ્રલ લાજપોર જેલ માંથી કુલ 159 જેટલા કેદીઓને વચગાળાના જામીન મુક્ત કર્યો છે.

આ પણ વાંચો : અરવલ્લી: મોડાસા સબ જેલમાં કોરોનાનો પગપેસારો, 71 કેદી પોઝિટિવ


વિડીયો કોલ દ્વારા લેવામાં આવશે હાજરી

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોરોના સંક્રમણ ના વધે તે માટે સેન્ટ્રલ જેલમાં કેદીઓને કોરોના સંક્રમણ ના લાગે એની માટે વચગાળા જામીન મુક્ત કરવામાં આવે તેઓ આદેશ કરવામાં આવ્યો છે. તે આદેશને લઇને સુરત સેન્ટ્રલ લાજપોર જૈલ માંથી લાજપોર જેલ પોલીસ દ્વારા યોગ્ય કામગીરી કરીને કાચા કામના કુલ 90 કેદીઓને અને પાકા કામના કુલ 69 જેટલા કેદીઓને વચગાળાના જામીન મુક્ત કર્યા હતા. સુરત સેન્ટ્રલ લાજપોર જેલમાંથી કુલ 159 જેટલા કેદીઓને વચગાળાના જામીન મુક્ત કર્યા છે. આ કેદીઓને રોજ વિડિઓ કોલ દ્વારા તેમના નિવાસસ્થાનથી હાજરી પુરાવવી પડશે. કેદીઓને વચગાળાના જામીન મુક્ત દરમિયાન સુરતના કરુણા ટ્રસ્ટ દ્વારા અનાજ કરીયાણાની કીટ આપવામાં આવી હતી. જેની શરૂઆત લાજપોર જેલના પોલીસ અધિક્ષક પી.જી.નરવાડે અને ડી.એસ.પુનડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details