- સુરત ગ્રામમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે કોરાના રસી મુકવાની કામગીરી
- ગ્રામ્યમાં રવિવારે 1497 લોકોએ કોરાના રસી લીધી
- 60 વર્ષથી ઉપરના 271 વ્યક્તિઓએ પ્રથમ અને 47 વ્યક્તિઓએ બીજો ડોઝ લીધો
સુરતઃ કોરાના વાઈરસનું સંક્રમણ ઘટે અને કોરાના સામે રક્ષણ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાલ સુરત ગ્રામમાં યુદ્ધના ધોરણે કોરાના રસી મુકવામાં આવી રહી છે. ત્યારે આજે રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા વધુ 1497 વ્યક્તિઓને કોરાના રસી મુકવામાં આવી હતી. જેમાં 03 આરોગ્ય કર્મીઓએ બીજો ડોઝ લીધો હતો, 08 ફ્રન્ટલાઈન વર્કરે પ્રથમ ડોઝ જ્યારે 02 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 45 થી 59 વર્ષના 1125 લોકોએ પ્રથમ ડોઝ, જ્યારે 41 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના 271 લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 47 લોકોએ રસીનો બીજો ડોઝ લીધી હતો.
આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં આજે રવિવારે કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા