આ ફ્રોડ કોડ પર 1300 કરોડનું એક્સપોર્ટ થયા બાદ EDએ કાર્યવાહી હાથ ધરી હતી. GST અધિકારીઓએ ઈટીવી ભારત સમક્ષ માત્ર નિવેદન લેવામાં આવ્યું હોવાની વાત કરી છે. GST અધિકારી તેની પૂછપરછ કરવામાં આવી રહી હોવાની વિગત પણ જણાવી હતી. આ બોગસ બીલિંગ કૌભાંડમાં માસ્ટર માઈન્ડ જયશંકર દુબે છે, જેની અટકાયત કરી GST અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. કૌભાંડની પ્રાથમિક તપાસમાં કરોડોની બોગસ ક્રેડિટ લીધી હોવાનું બહાર આવ્યું હતું.
1300 કરોડના બોગસ બીલિંગ કૌભાંડના માસ્ટર માઇન્ટની અટકાયત - સુરત
સુરતઃ જિલ્લાના બહુચર્ચિત જયશંકર દુબેની GST દ્વારા અટકાયત કરવામાં આવી છે. જયશંકર દુબે દ્વારા ફ્રોડ બિલ નંબર બોગસ એડ્રેસ પ્રૂફથી 36 આઈએસી કોડ લીધા હતાં. તેમણે આઈએસી કોડ લઈને 1300 કરોડ એક્સપોર્ટ કર્યા હતાં.
![1300 કરોડના બોગસ બીલિંગ કૌભાંડના માસ્ટર માઇન્ટની અટકાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4227505-thumbnail-3x2-hd.jpg)
detained
1300 કરોડના બોગસ બીલિંગ કૌભાંડ માસ્ટર માઇન્ટની અટકાયત કરી GST અધિકારીઓ દ્વારા પૂછપરછ
લુમન્સના મજદૂરના ખાતામાં 3.60 લાખ ટ્રેન્જેક્શન કરવામાં આવ્યું હતું. ચા વાલાના ખાતામાં હાલ 1.67 કરોડ રૂપિયાની એન્ટ્રી કરાઈ હતી. જેને ED દ્વારા આ ખાતા હાલમાં સિઝ કરવામાં આવ્યા છે.