- સુરતમાં વેક્સિન ઘટને કારણે વેક્સિનેશન કેન્દ્ર બંધ કરાયા
- સુરત શહેરમાં 230 જેટલા વેક્સિનેશન સેન્ટર (Vaccine Center) કરયા હતા શરૂ
- રસી તૂટી પડતાં છેલ્લા સાત દિવસમાં વેક્સિનેશનમાં 75 ટકાનો ઘટાડો
સુરતઃ વેક્સિનેશનમાં મોખરે રહેનારા સુરત શહેરમાં વેક્સિન ખૂટી પડી છે. શરૂઆતમાં સુરત શહેરમાં 230 વેક્સિનેશન કેન્દ્રો (Vaccine Center)શરૂ કરાયા હતા. હાલમાં 230 માંથી માત્ર 100 કેન્દ્રો શરૂ છે. વેક્સિન ઘટને કારણે વેક્સિનેશન કેન્દ્ર (Vaccine Center)બંધ કરાયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો કે દરરોજે આશરે 50 હજારથી વધુ વેક્સિન શહેરીજનોને આપવામાં આવશે. આ માટે સુરત શહેરમાં 230 જેટલા વેક્સિનેશન સેન્ટર (Vaccine Center)પણ શરૂ કરાયા હતા. ગુજરાતમાં છેલ્લા સાત દિવસમાં રસીકરણમાં અગ્રેસર રહેલા સુરતમાં રસી ખૂટી છે. ત્યારે 24 જૂનના રોજ સુરતમાં 44 હજારથી વધુ લોકોનું રસીકરણ થયું હતું પરંતુ રસી તૂટી પડતાં છેલ્લા સાત દિવસમાં સુરતમાં વેક્સિનેશનમાં 75 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચોઃSpot Vaccinationના કારણે સુરતના કાપડ માર્કેટમાં દરરોજ 1 હજારથી વધુ શ્રમિકો લે છે કોરોનાની વેક્સિન