- 13 વર્ષીય મીત પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતો
- સ્ટંટ કરવાનો, ડાન્સ કરવાનો અને ગીતો ગાવાનો શોખ હતો
- બાલ્કનીમાં ફાંસો ખાધેલી હાલતમાં મીત મળી આવ્યો
સુરત :સરથાણા વિસ્તારમાં રહેતા અને આઠમા ધોરણમાં ભણતો 13 વર્ષીય મીત પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતો હતો. આ બાબતે તેને અનેક વાર માતા-પિતા દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. મૂળ અમરેલી જિલ્લાના ગામના વતની અશ્વિન લક્ષ્મણ વીરળીયા સુરતમાં એમરોડરી ટેક્સ્ટાઇલ ખાતું ચલાવે છે. તેમના 13 વર્ષીય પુત્ર મીતને સ્ટંટ કરવાનો, ડાન્સ કરવાનો અને ગીતો ગાવાનો ખૂબ જ શોખ હતો. તે સતત વીડિયો બનાવીને સોશિયલ પ્લેટફોર્મ પર અપલોડ પણ કરતો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં બિલ્ડીંગના પાંચમા માળેથી બાળક નીચે પડી જતાં થયું મોત
મીતે અત્યારસુધી 400થી પણ વધુ વિડીયો બનાવ્યા હશે
કોરોના સંક્રમણના કારણે શાળાઓ બંધ છે. ત્યારે તે આવા વીડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર મુકતો હતો. છેલ્લા ઘણા સમયથી તે વીડિયો બનાવી સોશિયલ પ્લેટફોર્મ ઉપર મુકતો હતો. અત્યારસુધી 400થી પણ વધુ વિડીયો બનાવ્યા હશે એવું પરિવાર કહેવું છે.