સુરત:જહાંગીરપુરા વિસ્તારમાં વિધવા માતાના પ્રેમી દ્વારા જ 13 વર્ષની કિશોરી ઉપર બળાત્કાર કરવાની ઘટના સામે આવી છે. આરોપી હિમાંશુ પ્રવીણ વાઘેલા ગત ઓગસ્ટ મહિનામાં માતા-પુત્રી સાથે સોમનાથ- વેરાવળના ધાર્મિક પ્રવાસે ગયા હતા. જ્યાં તેઓ બસ સ્ટેન્ડ સામે હોટેલમાં રોકાયા હતા. માતા થોડાક સમય માટે બહાર આઇસક્રીમ લેવા ગઇ હતી. તે સમય દરમિયાન આરોપી પ્રેમીએ તેનો ગેરલાભ લઇ કિશોરીને ભોળવી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
Surat Crime: સુરતમાં 13 વર્ષની કિશોરી ઉપર વિધવા માતાના પ્રેમી દ્વારા બળાત્કાર - ETVBharat Gujarat SuratJahgirpuraduskrm
સુરત શહેરમાં જહાંગીરપુરા વિસ્તારમાં વિધવા માતાના પ્રેમી દ્વારા જ 13 વર્ષની કિશોરી ઉપર બળાત્કારની ઘટના સામે આવી છે. હાલ આ મામલે વિધવા માતાએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવહી શરૂ કરી છે.
Published : Sep 10, 2023, 1:33 PM IST
'પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બ્યુટીપાર્લર ચલાવતી એક વિધવા મહિલા જેઓના પતિનું 9 વર્ષ પહેલાં અવસાન થયું હતું. પતિનું અવસાન પહેલા આરોપી હિમાંશુ વાઘેલા ભૂતકાળમાં ભાવનગરની હોસ્પિટલમાં નોકરી કરતો હતો. તે સમય દરમિયાન કિશોરીના પિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન જ કિશોરીની માતાની આરોપી હિમાંશુ સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ થોડા મહિના બાદ જ માંદગીના કારણે પિતાનું અવસાન થયું હતું. પિતાનું અવસાન બાદ વિધવા માતા અને આરોપી વચ્ચે સતત વાત તથા બંને એક બીજાને પ્રેમ કરતા થઇ ગયા હતા.' - પી.ડી. પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર, જહાંગીરપુરા
આરોપીની ધરપકડ: ગત ઓગષ્ટ 2023માં સગીરા તેની માતા સાથે સોમનાથ ફરવા ગઈ ત્યારે હોટેલમાં રોકાઈ હતી. આ સમય દરમિયાન તેની માતા આઈસ્કીમ લેવા માટે ગઈ ત્યારે આરોપીએ કિશોરીને વાતમાં ભોળવી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ 2 સપ્ટેમ્બરે તરૂણીની માતા રામમઢી ગઈ હતી ત્યારે પણ આરોપીએ સગીરાના ઘરે આવી તેની સાથે બળજબરી કરી બળાત્કાર કર્યો હતો. જે બાબતે કિશોરીએ માતાને જાણ કરતા સમગ્ર મામલે માતાએ આરોપી હિમાંશુ વાઘેલા વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવહી શરૂ કરી છે.
TAGGED:
Surat Crime