સુરત સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ઓલપાડ તાલુકામાં જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લા કલેકટર ધવલ પટેલે જણાવ્યું કે,ઓલપાડના 25 ગામો માંથી 1261 લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે. હવામાન ખાતાની આગાહીને પગલે તંત્ર એલર્ટ છે. આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતી ભારે વરસાદની આગાહી છે.કિમ નદી કિનારે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઓલપાડમાં મેઘતાંડવ, 25 ગામોમાંથી 1261 લોકોનું કરાયુ સ્થળાંતર - SDRF
સુરત: જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સુરત, વડોદરા અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ તંત્ર પણ સજાગ જોવા મળી રહ્યું છે. શનિવારે જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા ઓલપાડ તાલુકામાંથી 1261થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
SUR
NDRF અને SDRFની ટીમની મદદ થી લોકોનું સ્થાનાંતર કરવામાં આવ્યું છે.આ સાથે સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી ભયજનક સપાટી વટાવી છે. જેને લાઇ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈને અવગડ ના પડે તેને લઇ કામગીરી કરવામાં આવી રહી છે.
Last Updated : Aug 3, 2019, 11:52 PM IST