ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ફાયર સુવિધાના અભાવે APMS માર્કેટની 124 દુકાન અને સિટી ટેક્સટાઇલ માર્કેટ સીલ

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ અને રઘુવીર માર્કેટમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગ દોડતું થયું છે. સુરતમાં ફાયર વિભાગે અપૂરતી ફાયર સુવિધા વાળી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે એક ટેક્સટાઈલ માર્કેટ અને કૃષિબજારને સીલ મારી દીધું છે અપૂરતી ફાયર સુવિધાને લઈને ફાયર વિભાગે અગાઉ નોટીસ આપી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા આખરે સીલ મારી દેવામાં આવ્યું છે.

surat
સુરત

By

Published : Feb 11, 2020, 11:07 AM IST

સુરત: શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડે દેશભરમાં ચકચાર જગાવી હતી અને આ ઘટના બાદ આવી ઘટના બીજી વખત ન બને તે માટે ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. સુરતમાં ફાયર વિભાગે સર્વે હાથ ધર્યો છે અને અપુરતી ફાયર સુવિધાવાળી મિલકતોને નોટીસ આપવામાં આવી રહી છે અને નોટીસની અવગણના થતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે, ફાયર વિભાગ દ્વારા સુરતના કૃષિ બજાર એટલે એપીએમસી માર્કેટને સીલ મારી દેવામાં આવ્યું છે ત્યાં 124 જેટલી ઓફીસ અને દુકાનો આવેલી છે. આ ઉપરાંત સીટી ટેક્સટાઇલ માર્કેટને પણ ફાયર વિભાગે અપૂરતી ફાયર સુવિધાના કારણે સીલ મારી દીધું છે.

સુરતમાં અપૂરતી ફાયર સુવિધાના કારણે APMS માર્કેટની 124 દુકાનો અને સિટી ટેક્સટાઇલ માર્કેટ સીલ

ઉલ્લેખનીય છે કે, હાઇટેક બનાવવામાં આવેલી કૃષિ બજારમાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવા બાદ પણ ફાયરસેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો જેના બાદ ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મોડી રાત્રે બાર વિભાગના જવાનો કૃષિ બજાર પહોંચી એપીએમસી માર્કેટના આશરે 124 જેટલી દુકાનોને સીલ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details