સુરતરાજ્યભરમાં 108 ઈમરજન્સી એમ્બુલન્સ સેવા એ અનેક લોકો માટે દેવદૂત બનીને આવતી હોય છે. આવી જ રીતે સુરતની પણ એક ગર્ભવતી મહિલા માટે 108ની સેવા તારણહાર બની હતી. આ એમ્બુલન્સમાં જ 33 વર્ષીય મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. હાલ માતા અને પૂત્રી બંને સ્વસ્થ છે. તેમ જ બંનેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોગુજરાતની સંજીવની બની 108 એમ્બ્યુલન્સ સેવા, લાખો લોકોને આપ્યું નવજીવન
પ્રસુતિની પીડા વધતા એમ્બુલન્સમાં જ ડિલિવરી કરવી પડીશહેરના પાંડેસરા વિસ્તારમાં 33 વર્ષીય મહિલા સુખવન્તી દેવીને આજરોજ પ્રસૂતિની પીડા ઉપડી હતી, જેથી તેમને ડિલીવરી માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. એટલે 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ મહિલાના ઘરે પહોંચી હતી. 108ની ટીમ મહિલાને લઈને સિવિલ હોસ્પિટલ આવી રહી હતી. ત્યારે જ મહિલાને પ્રસુતિની પીડા વધી જતાં એમ્બુલન્સમાં જ મહિલાની ડિલિવરી કરવી પડી હતી.
આ અંગે 108ની ટીમના ઈએમટી ચંદ્રેશ ચૌહાણેજણાવ્યું હતું કે, મહિલાના પતિ રાજેશ શર્માનો અમને ફોન આવતાં અમે મહિલાના ઘરે પહોંચ્યા હતા. ત્યાંથી અમે ગર્ભવતી મહિલાને સિવિલ હોસ્પિટલ લઈ જતા હતા. તે દરમિયાન થોડા દૂર જતાં મહિલાને પ્રસુતિની પીડા વધી ગઈ હતી. એટલે અમને લાગ્યું કે, હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ડિલિવરી કરવી પડશે. એટલે અમે એમ્બુલન્સને રોકી સૂઝબૂઝથી ડિલિવરી કીટથી એમ્બુલન્સમાં જ સફળ ડીલવરી કરાવી હતી.
માતાએ બાળકીને જન્મ આપ્યો હતોવધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ડિલિવરી સફળ રહી હતી અને માતાએ બાળકીને જન્મ આપ્યો હતો. હાલ તેમનું વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મહિલાની ત્રીજી ડિલિવરી હતી. તેમણે અમારો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોMakar Sankranti 2023 : પશુ પક્ષી પ્રજાના ગળા કપાઈ એ પહેલા 108નો એક્શન પ્લાન
અગાઉ પણ આવું કરી ચૂકી છે ટીમ ઉલ્લેખનીય છે કે, 108ની આ કામગીરી લોકો માટે ખરા અર્થમાં મદદરૂપ સાબિત થઈ રહી છે. લોકો 108 એમ્બુલન્સની આ સરાહનીય કામગીરીને બિરદાવી રહ્યા છે. સુરત શહેરમાં એક પછી એક 108 એમ્બુલન્સ સેવાની સરાહનીય કામગીરી સામે આવી રહી છે. અગાઉ પણ 108ની ટીમે રીક્ષા, એમ્બ્યુલન્સ, શૌચાલયમાં પણ સફળ ડિલિવરી કરાવી હતી. એટલે જ 108 સેવા લોકો માટે સાચી દેવદૂત સાબિત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે.