ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના સાયણ ગામમાં ઝાડા ઉલટીના એકસાથે 100 કેસ, આરોગ્ય તંત્ર થયું દોડતું - ઓલપાડ આરોગ્ય વિભાગ

ઓલપાડના સાયણ ગામમાં એક વર્ષ બાદ ફરી રોગચાળાઓ માથું ઉંચક્યું છે. સાયણના આદર્શનગરમાં એકસાથે ઝાડા ઉલટીના કુલ 100 કેસ નોંધાતાં પ્રશાસન દોડતું થયું હતું.

સુરતના સાયણ ગામમાં ઝાડા ઉલટીના એકસાથે 100 કેસ, આરોગ્ય તંત્ર થયું દોડતું
સુરતના સાયણ ગામમાં ઝાડા ઉલટીના એકસાથે 100 કેસ, આરોગ્ય તંત્ર થયું દોડતું

By

Published : Sep 25, 2021, 2:06 PM IST

  • સાયણના આદર્શનગરમાં ઝાડા ઉલટીના એક સાથે 100 કેસ
  • આરોગ્યવિભાગ તેમ જ સ્થાનિક તંત્ર થયું દોડતું
  • આરોગ્ય વિભાગે ઘેરઘેર જઈ પાણીના અને લોહીમાં સેમ્પલ લીધાં

    ઓલપાડઃ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં આદર્શનગર 1. 2 અને 3ના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે. અહીં એક જ દિવસમાં 100થી વધુ ઝાડા, ઉલટી, તાવના કેસ નોંધાયાં છે. જેને પગલે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર દોડતું થયું હતું,

મોટાભાગના લોકો પરપ્રાંતીય

આદર્શનગરના ત્રણેય વિભાગમાં મોટા ભાગે પરપ્રાંતીય લોકોની વસતી છે અને 2000થી વધુ લોકો અહી વસવાટ કરે છે.જોકે પરપ્રાંતીય વસતી હોવાને કારણે અહીં નાના રૂમો આવેલાં છે અને એક જ રૂમમાં 5 થી 7 લોકો રહે છે. વળી આખા આદર્શનગરમાં ગંદકીનું મોટું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.

ડોર ટુ ડોર તપાસ શરુ કરાઈ

ઝાડા ઉલટીના કેસો અચાનક વધી જતાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ વિસ્તારમાં પહોંચી હતી અને સ્થળ પર ઓપીડી શરુ કરી લોકોના સ્વાસ્થ્યની ચકાસણી શરુ કરવામાં આવી હતી. આ કામગીરીમાં આશાવર્કર બહેનો દ્વારા ડોર ટુ ડોર જઈ તપાસ કરવામાં આવી હતી. પંચાયત દ્વારા તત્કાળ અસરથી સાફસફાઈ તેમ જ ડીડીટી પાવડરનો છંટકાવ શરુ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ સરકારી રેકોર્ડ બનાવવાનું વ્યાપક કૌભાંડ પકડાયું, સાયણ તલાટીઓ અને સરપંચે કર્યું કૌભાંડ

આ પણ વાંચોઃ સાયણ ચોકીમાં તોડફોડ કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું

ABOUT THE AUTHOR

...view details