શહેરમાં 20 વર્ષિય યુવતી કાજલ રસ્તા પરથી પસાર થઈ રહી હતી. તે સમય દરમિયાન તે વીજ થાંભલાને અડકીને જતી હતી, તે દરમિયાન તેને વીજ કરંટ લાગતા ત્યાં જ પ્રાણ છોડી દીધા હતા. આ તમામ ઘટના CCTVમાં કેદ થવા પામી હતી. શહેરમાં વીજળીના તારો સોસાયટીના ઘરની નજીકથી જ પસાર થઈ રહ્યાં છે. જેના કારણે રહીશોને હંમેશા જીવનું જોખમ રહે છે.
DGVCLની બેદરકારી, વીજકરંટ લાગવાથી યુવતીનું મોત - gujaratinews
સુરત: શહેરમાં DGVCLની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં ઘરમાં સાડીનું કામ કરતી 20 વર્ષિય કાજલ ચાવડાનું વીજ કરંટ લાગવાને કારણે મોત નિપજ્યું હતું. આ ઘટના CCTV માં કેદ થવા પામી હતી.
રહીશો દ્વારા પોતાના લેટરપેડ પર DGVCLને કરાઈ રજૂઆત
આ અગાઉ પણ શહેરમાં આવેલી નરવેદ સાગર સોસાયટીના રહીશો દ્વારા DGVCLને ફરિયાદ કરવામાં આવી હતી. ઉપરાંત તાત્કાલિક ધોરણે વીજ તારોને ખસેડવા માટે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે સોસાયટીના રહીશો દ્વારા 13 જૂન, 2019ના રોજ પોતાના લેટરપેડ પર DGVCLને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતા અધિકારીઓ મુક પ્રેક્ષક બની ગયા હતા. સાથે જ DGVCL દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. DGVCLની આ ઘોર બેદરકારીને કારણે જ યુવતીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
Last Updated : Jun 28, 2019, 7:28 PM IST