સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ શારજાહની ડાયરેક્ટ ફ્લાઈટમાં બીજી વખત સોનાની દાણચોરીની ઘટના સામે આવી હતી. થોડા મહિનાઓ પહેલાં સુરત એરપોર્ટથી શર્ટ, પેન્ટના ખીસ્સા, અંડરવેરમાં વિદેશી ચલણ છુપાવી સ્મગ્લિંગ કરતાં 2 યુવક ઝડપાયા હતા. ત્યારે સૈયદપુરાનો રહેવાસી 22 વર્ષીય ઈમ્તિયાઝ ઝાકીર મેમણ દ્વારા ગુદાના ભાગે સોનાની પોટલી બનાવી છુપાવી દેવામાં આવી હતી અને શારજાહથી રવિવારે રાત્રીના આવેલી એરઇન્ડિયાની ફ્લાઇટમાં સુરત આવ્યો હતો.
શારજાહથી સોનાની દાણચોરી કરનાર વ્યક્તિની સુરત એરપોર્ટ પર ધરપકડ - smuggling gold
સુરતઃ એરપોર્ટ ખાતે બીજી વખત સોનાની દાણચોરીની ઘટના સામે આવી હતી. શારજાહથી સુરત આવતી એરઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ગેરકાયદેસર સોનાની દાણચોરી કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ઈમ્તિયાઝ ઝાકીર મેમણ નામના શખ્સની ધરપકડ કરી કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

sur
શારજાહથી સોનાની દાણચોરી કરનાર વ્યક્તિની સુરત એરપોર્ટ પર ધરપકડ
જો કે, કસ્ટમના ચેકીંગ દરમિયાન શંકાસ્પદ જણાતા સ્કેનિંગમાં સોનુ હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા ઈમ્તિયાઝ મેમણને તબીબી પરિક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ઈમ્તિયાઝ કોના માટે કામ કરતો હતો અને સોનુ કોના માટે લાવ્યો હતો. જેવા સવાલો સાથે કસ્ટમ વિભાગ દ્વારા પૂછપરછ ચાલુ કરી દેવામાં આવી હતી.