ગુજરાત

gujarat

ETV Bharat / state

કઠોરની ઘટનામાં 6 મૃતકોના પરિવારજનોને મેયર ફંડમાંથી 1-1 લાખની સહાય - news surat

સુરતના કઠોર ગામે આદિવાસી વિસ્તારમાં ગઈકાલથી ઝાડા તેમજ ઉલટીના 60થી વધુ કેસો સામે આવ્યા હતા. આ તમામ લોકોને કઠોર રેફરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં, 6 જેટલા લોકોના મોત થઇ ચૂક્યા છે.

કઠોરની ઘટનામાં 6 મૃતકોના પરિવારજનોને મેયર ફંડમાંથી 1-1 લાખની સહાય

By

Published : Jun 2, 2021, 8:48 PM IST

Updated : Jun 3, 2021, 11:15 AM IST

  • તંત્રની ઘોર બેદરકારીના કારણે ઝાડા-ઉલટીમાં 6ના મોત
  • સુરતના મેયરએ મૃતકોના પરિવારને 1 લાખની સહાયની કરી જાહેરાત
  • ડ્રેનેજ લાઈન પીવાના પાણીની લાઈનમાં મળી જતા ઘટના સર્જાઈ

સુરત: મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ કરવામાં આવેલા કઠોર ગામમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે ઝાડા-ઉલટીમાં 6ના મોત થયા છે. આ બનાવ બાદ સુરત મેયર હિમાલી બોઘાવાળાએ મેયર ફંડમાંથી મૃતકોના પરિવારને 1-1 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સારવારનો ખર્ચ પાલિકા ઉઠાવશે.

આ પણ વાંચો:સુરત જિલ્લાના કઠોર ગામમાં દૂષિત પાણી પીવાથી 6 લોકોના મોત

પરિસ્થિતિ ગંભીર બનતા 3 દિવસમાં 6 લોકોએ જિંદગી ગુમાવી

કામરેજ તાલુકાના કઠોર ગામનો સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયાને એક વર્ષ પણ પૂરું થયું નથી અને કઠોર ગામના વિવેકનગર અને રામકિશન કોલોનીના લોકોને મહાનગરપાલિકાની નિષ્ફળ કામગીરીનો પરચો મળી ગયો છે. મહાનગરપાલિકાની લાપરવાહી બેદરકારીને લીધે કઠોર ગામની વસાવતના 6 નાગરિકોને 3 દિવસમાં મહામૂલી જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે. છેલ્લા પાંચેક દિવસથી કઠોર ગામના વિવેકનગર અને રામકિશન કોલોનીમાં પીવાના પાણીમાં ગરબડ સર્જાતા રહીશો ઝાડા ઉલ્ટીના ઝપેટમાં આવી ગયા હતા અને ઘરે ઘરે કેસે બનતા હાહાકાર મચી ગયો હતો અને ભોગ બનનાર આ લોકો કઠોર આરોગ્ય કેન્દ્ર તથા લોખાત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. આ બાદ પરિસ્થિતિ ગંભીર બનતા 3 દિવસમાં 6 લોકોએ જિંદગી ગુમાવી હતી.

કઠોરની ઘટનામાં 6 મૃતકોના પરિવારજનોને મેયર ફંડમાંથી 1-1 લાખની સહાય

આ પણ વાંચો:કામરેજના કઠોર ગામે અંગત અદાવતમાં કાર ચાલકે યુવકને ટક્કર મારી, ઘટના CCTVમાં કેદ

કઠોર ગામમાં સમારકામ શરૂ

આ સમગ્ર ઘટના બાબતે સુરત મેયર હેમાલી બોઘાવાલાએ ETV Bharat ને જણાવ્યું હતું કે ડ્રેનેજ લાઈન પીવાના પાણીની લાઈનમાં મળી જતા આ ઘટના સર્જાઈ છે. આવનાર દિવસોમાં આવી ઘટના ન બને આ માટે તકેદારી લેવામાં આવી રહી છે. આ સાથે જે ડ્રેનેજ લાઈન છે તેને રિપેર કરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ મૃતકોના પરિવારજનોને મેયર ફંડમાંથી એક એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જે લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમના સારવારનો ખર્ચ પણ પાલિકા ઉઠાવશે.

Last Updated : Jun 3, 2021, 11:15 AM IST

ABOUT THE AUTHOR

...view details