સાબરકાંઠા:આગામી સમયમાં પાણીની આવકમાં વધારો નોંધાઈ તો વઘુ પાણી છોડવું પડી શકે છે. ધરોઇ ડેમ માંથી ચાલું વર્ષે સાબરમતિ નદીમાં પાણી છોડવામાં આવ્યુ હતું.ઉપરવાસમાં સારા વરસાદને પરિણામે ડેમની જળસપાટી 619 ફૂટે પહોંચી છે. ડેમમા 13611 કયુસેક પાણીની આવક સામે ૪૫૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતિ નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Dharoi Dam: ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતીમાં ધમધોકાર આવક, સાડા ત્રણ ફૂટ ગેટ ખોલતા 4600 ક્યુસેક પાણી ગયું - Dharoi dam
ધરોઈ જળાશયમાંથી પાણી છોડાયું છે. છ નંબરનો એક ગેટ સડા ત્રણ ફૂટ સુધી ખોલાયો છે. 4600 ક્યુસેક પાણી ધરોઈ ડેમ માંથી સાબરમતિ નદીમાં છોડાયું હતું. સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. ધરોઇ જળાશય 86 % ભરાતા નિર્ણય લેવાયો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરાયાં છે.
ખુશીના સમાચાર: ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમમાંથી 4500 કયુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું.. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ધરોઈ ડેમમાં 13,611 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે.. જ્યારે ડેમની હાલની જળ સપાટી 619 ફૂટ પર પહોંચતા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ગેટ નંબર છ ને સાડા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યો છે. જેમાંથી હાલ 4,500 કયુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે. સિંચાઈ ખેતી તેમજ પિવા માટે ઉપયોગમાં આવતું ધરોઈ ડેમ નું પાણી ખેડૂતો અને પ્રજાજનો માટે ખુશીના સમાચાર સમાન છે.
આ જિલ્લાઓને એલર્ટ કરાયા: ધરોઈ ડેમમાંથી સાબરમતિ નદીમાં પાણી છોડાતા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારો તેમજ સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સાણંદ સહિતના જિલ્લાઓને એલર્ટ કરાયા છે. ત્યારે ધરોઈ ડેમમાંથી ચાલુ વર્ષે પ્રથમ વખત પાણી છોડાતા સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા સહિતના પર્યટકો મોટી સંખ્યામાં ડેમને નિહાળવા માટે ધરોઈ ડેમ ખાતે પહોંચ્યા હતા. જ્યારે કોઇ પણ પ્રકારની ધટના ન ગટે તેણે લઇ પોલીસ તંત્ર તેમજ સ્થાનિક ધરોઇ ડેમનું વહીવટી તંત્ર ખડે પગે જોવા મળ્યું હતું. જોકે આવનાર સમયમાં ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાશે તો સાબરમતિ નદીમાં વઘુ પાણી છોડવાની શક્યતાઓ રહેલી છે. હાલ ઉપરવાસમાં સારા વરસાદને પરિણામે ડેમની જળસપાટી 619 ફૂટે પહોંચી છે. તેણે લઇ ખેડુતો તેમજ પ્રજાજનો માટે ખુશી વ્યાપી છે.