2005માં બનાવવામાં આવેલ આ યોજનામાં માત્ર ટેસ્ટીંગ માટે જ પાણી આવ્યું હતું, ત્યારબાદ છેલ્લા 14 વર્ષમાં પાણી આવ્યું નથી. ત્યારે સરકારે કરેલ કરોડોનો ખર્ચ પાણીમાં ગયો છે. એક તરફ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદના પગલે પીવાના પાણીની તેમજ સિંચાઇ માટે ગંભીર સમસ્યા પેદા થઈ છે, તે સમયે હાલમાં યોજનાની તાતી જરૂરિયાત છે. એક તરફ ધરોઈ ડેમમાં માત્ર 14 ટકા પાણી બચ્યું છે તેવા સમયે પણ આ યોજના હજુ સુધી શરૂ કરાઈ નથી. દરિયામાં વહી જતું પાણી ઉત્તર ગુજરાતને આપવાની મસમોટી વાતો કરનારા નેતાઓ માટે પણ બંધ યોજના એ એક સવાલ ઊભો થાય છે ?
ધરોઈ જળાશયમાં 14 વર્ષથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી નથી આવ્યું - Gujarati news
સાબરકાંઠાઃ બનાસકાંઠા મહેસાણા અને પાટણ જિલ્લાના 600થી વધુ ગામડા તેમજ 12 શહેરો માટે પીવાના પાણી માટે એકમાત્ર આશ્રય સ્થાન ધરોઇ જળાશય યોજના છે. જો કે, વર્ષ 2005 માં સુજલામ સુફલામ પાઈપલાઈન દ્વારા ધરોઇ જળાશય ભરવા માટે એક યોજના બનાવી હતી, પરંતુ છેલ્લા 14 વર્ષથી આ યોજનામાં એક પણ ટીપું પાણી આવ્યું નથી.

સાબરકાંઠા
ધરોઈ જળાશયમાં 14 વર્ષથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી નથી આવ્યું
હાલમાં આ યોજના બંધ છે તો બીજી તરફ વરસાદ ખેંચાતા દિન-પ્રતિદિન સમગ્ર ઉત્તર ગુજરાત પર જળસંકટનો ખતરો તોળાઇ રહ્યું છે. ત્યારે આ યોજના શરૂ નહીં થાય તો આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં ફરી એક વખત દુષ્કાળનો સમય આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે. એક તરફ સ્થાનિક ખેડૂતો પાણી મેળવવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી રહ્યા છે, તો બીજી તરફ જળાશયના અધિકારીઓ દ્વારા આ યોજનામાં આજદિવસ સુધી પાણી ન આપવાની વાત સ્વીકારી છે. તેથી આ યોજના થકી ધરોઈ ડેમમાં પાણી નાખવાની શરૂઆત કરવામાં આવે તે સમયની માંગ છે.