સમગ્ર સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પાયાની જરૂરિયાત સમાન ધરોઇ જળાશય યોજનામાં છેલ્લા એક સપ્તાહથી નર્મદાનું 50 ક્યુસેક પાણી નાખવામાં આવી રહ્યુ છે. ધરોઇ જળાશય 800થી વધુ ગામ 12 મોટા શહેર તેમજ હજારો હેકટર જમીન માટે સિંચાઇની પાયારૂપ ભૂમિકા ભજવે છે. જોકે છેલ્લા કેટલાકમાં સતત વરસાદના પગલે ધરોઇ જળાશય ખાલી થઈ ગયું હતું.
ઉતર ગુજરાતની જીવાદોરી ધરોઇ જળાશયમાં નર્મદાના નીરના હિતુ કનોડીયાએ કર્યા વધામણા - Gujarat
સાબરકાંઠા: શહેરની મહત્વની જળાશય યોજનામાં છેલ્લા એક સપ્તાહથી નર્મદાના નીર ભરાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયેલો હતો. ત્યારે, આજે શનિવારે ઇડર વડાલીના સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડિયા સાબરકાંઠા જિલ્લા સાંસદ સહિતના કાર્યકરોએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા.
14 વર્ષ પહેલા બનાવેલી નર્મદા જ રસોઈ યોજના દ્વારા એક પણ વખત પાણી ન અપાતા ધરોઈ જળાશયમાં નામ માત્રનું પાણી રહેવા પામી હતી. જોકે સરકાર 14 વર્ષે જાગી હોય તેમ છેલ્લા સાત દિવસથી 50 ક્યુસેક પાણી આપવાની શરૂઆત કરતા આજે એક સપ્તાહ બાદ ઇડર વડાલીના સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા નર્મદા નિરને વધાવવા માટે ધરાશે ઉપર આવ્યા હતા.આ વર્ષે સંપૂર્ણપણે ભરાશે તેવી ખાતરી આપી હતી. સાથો સાથ છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક સમસ્યાઓનાં ધરોઇ જળાશય યોજના સિંચાઈ તેમજ પીવાના પાણી પૂરું પાડવા માટે પાયાની ભૂમિકા ભજવે છે. તેમ પણ જણાવ્યું હતું. જોકે 50 ક્યુસેક પાણીની જગ્યાએ ૬૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવે તો ધરોઇ જળાશય યોજના થકી સમગ્ર ઉત્તર ગુજરાતને ફાયદો થઈ શકે તેમ છે.