ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરોઈ જળાશય યોજનામાં પાણી ઓછું, સારો વરસાદ નહીં પડે તો ઉત્તર ગુજરાત રહેશે તરસ્યું - નર્મદા જળાશય યોજના

સમગ્ર ઉત્તર ગુજરાત માટે સિંચાઈ અને પીવાના પાણી માટે એકમાત્ર આધારશિલા સમાન છે તો તે છે ધરોઈ જળાશય યોજના (Dharoi Reservoir Project). જોકે, આ યોજનામાં અત્યારે માત્ર 11 ટકા જ પાણી છે. તેવામાં જો આ વખતે વરસાદ ન થાય તો પાણીની સમસ્યા (Water Crisis in Gujarat) સર્જાઈ શકે છે.

ધરોઈ જળાશય યોજનામાં પાણી ઓછું, સારો વરસાદ નહીં પડે તો ઉત્તર ગુજરાત રહેશે તરસ્યું
ધરોઈ જળાશય યોજનામાં પાણી ઓછું, સારો વરસાદ નહીં પડે તો ઉત્તર ગુજરાત રહેશે તરસ્યું

By

Published : May 9, 2022, 3:33 PM IST

સાબરકાંઠાઃ ધરોઈ જળાશય યોજના (Dharoi Reservoir Project) સમગ્ર ઉત્તર ગુજરાત માટે સિંચાઈ તેમ જ પીવાના પાણી માટે એકમાત્ર આધારશિલા સમાન છે. આ યોજનામાં હાલ માત્ર 11 ટકા જ પાણી છે. ત્યારે 700થી વધુ ગામડા સહિત 12 મોટા શહેરો માટે આગામી સમયમાં વરસાદ ન થાય તો સિંચાઈ સહિત પીવાના પાણીની સમસ્યા સર્જાઈ તેમ છે. જોકે, નર્મદા આધારિત પાઈપલાઈન (Submission for Narmada Pipeline) પણ છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં છે. ત્યારે આગામી સમયમાં પાણીની પારાયણ (Water Crisis in Gujarat) સર્જાઇ શકે છે.

ધરોઈ જળાશય યોજનામાં 11 ટકા પાણી

ધરોઈ જળાશય યોજનામાં 11 ટકા પાણી -સાબરકાંઠા સહિત બનાસકાંઠા, મહેસાણા અને પાટણ માટે ધરોઈ જળાશય યોજના (Dharoi Reservoir Project) સિંચાઈ તેમ જ પીવાના પાણી માટે એકમાત્ર આશ્રય સ્થાન છે. જોકે ગયા વર્ષે ઓછા વરસાદના કારણે ધરોઈ જળાશય યોજના અંતર્ગત સામાન્ય પાણીની આવક થઈ હતી. તેના કારણે ધરોઈ જળાશય યોજનામાં (Dharoi Reservoir Project) હાલ પૂરતું માત્ર 11 ટકા પાણી બચ્યું છે. ત્યારે આગામી ચોમાસા સુધી ધરોઈ જળાશય યોજના આધારિત 700થી વધુ ગામડાં તેમ જ પાલનપુર, ખેરાલુ, મહેસાણા જેવાં મોટાં શહેરો માટે પાણીની કોઈ સમસ્યા સર્જાય તેમ નથી, પરંતુ આગામી સમયમાં વરસાદી પાણીની આવક ન થાય તો પીવાના પાણી માટે પણ સમસ્યા સર્જાઈ શકે તેમ છે.

આગામી સિઝન સુધી પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ નહીં

આગામી સિઝન સુધી પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ નહીં-હાલમાં આગામી સિઝન સુધી પીવાના પાણીની સમસ્યા સર્જાવાની (Water Crisis in Gujarat) કોઈ ભીતિ નથી. જોકે, વર્તમાન સમય સંજોગે ધરોઈ જળાશય યોજના અંતર્ગત નર્મદા પાઈપલાઈન (Submission for Narmada Pipeline) શરૂ થાય તો સ્થાનિક કક્ષાએ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થઇ શકે તેમ છે. તેવામાં સ્થાનિક વિસ્તારના આગેવાનો પણ આ મામલે લેખિત તેમ જ મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે. હાલમાં સ્થાનિક ધારાસભ્ય સામે વડાલી સહિતના વિસ્તારોમાં ખેડૂતો તેમ જ પશુપાલકો રોષે (Anger among the pastoralists of Sabarkantha) ભરાયા છે. જોકે, ધરોઈ જળાશય યોજનામાં પાણી નાખવામાં નહીં આવે તો આગામી સમયમાં સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજકારણીઓ માટે પણ પાણીનો પ્રશ્ન પાયારૂપ બની શકે તેમ છે.

પાણીની પારાયણ સર્જાવાની સંભાવના

આ પણ વાંચો-Water Crisis in Gujarat : 35 દિવસ સુધી પાણી ન મળે તો શું થાય? જાણો આ ગામડાંઓની રોષસભર વ્યથા

પાણીની પારાયણ સર્જાવાની સંભાવના -સૌથી મહત્વની બાબત એ છે કે, એક તરફ આગામી સમયમાં પાણીની પારાયણ સર્જાવાની (Water Crisis in Gujarat) સંભાવના છે. ત્યારે છેલ્લા 8 વર્ષથી અસ્તિત્વમાં આવેલી નર્મદા યોજનાથી ધરોઈ જળાશય યોજના (Dharoi Reservoir Project) વચ્ચે રાખવામાં આવેલી પાઈપલાઇનમાં 2 વર્ષ અગાઉ નામ માત્રનું પાણી નાખવામાં આવ્યું હતું. તેમ જ પ્રસિદ્ધિ માટે નાખવામાં આવેલા પાણી થકી સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનોએ ખૂબ મોટી વાહવાહી મેળવી હતી.

નર્મદા પાઈપલાઈન 2 વર્ષથી બંધ છે

નર્મદા પાઈપલાઈન 2 વર્ષથી બંધ છે - જોકે, માત્ર 50 ક્યૂસેક પાણી નખાયા બાદ ફરીથી આ પાઈપલાઈન છેલ્લા 2 વર્ષથી બંધ (Submission for Narmada Pipeline) હાલતમાં છે. ત્યારે હાલના તબક્કે ધરોઈ જળાશયમાં 50થી વધારે પાણીનું બાષ્પીભવન થઈ રહ્યું છે. જોકે નર્મદા આધારિત પાઈપલાઈનથી (Submission for Narmada Pipeline) ધરોઈ જળાશયમાં પાણી નાખવામાં આવે તો આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યાનું નિવારણ (Water Crisis in Gujarat) આવી શકે છે. ત્યારે છેલ્લા 2 વર્ષથી બંધ પાઈપલાઈનમાં પાણી આવે તો કેટલાંક અંશે પીવાના પાણીની સમસ્યા દૂર (Water Crisis in Gujarat) થઈ શકે તેમ છે.

આ પણ વાંચો-Water in Bhavnagar Dams : ભાવનગર શહેરવાસીઓ માટે આટલા દિવસનું પાણી, ડેમોની સ્થિતિ પણ જાણો

વરસાદ સારો નહીં પડે તો ઉત્તર ગુજરાતને પડશે મુશ્કેલી -જોકે, આગામી ચોમાસામાં વરસાદ ન થાય તો સમગ્ર ઉત્તર ગુજરાત માટે ફરી એકવાર સિંચાઈ તેમ જ પીવાના પાણી માટે વલખાં મારવાની પરિસ્થિતિ ઉભી થઈ શકે તેમ છે. ત્યારે અત્યારથી જ તંત્ર દ્વારા પાણી બચાવવાની સાથોસાથ નર્મદા જળાશય યોજના (Narmada Reservoir Project) અંતર્ગત ધરોઈ જળાશય યોજના (Dharoi Reservoir Project) માટે વિશેષ વિચારણા હાથ ધરાય તે સમયની માગ છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, આ મામલે તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં લેવાય છે.

ABOUT THE AUTHOR

...view details