ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના હિંમતનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન, આગામી 15 દિવસ સુધી સાંજે 4 પછી બજાર બંધ - corona virus cases in sabarkantha

સાબરકાંઠાના હિંમતનગરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જે આગામી 15 દિવસ સુધી સાંજે 4 થી સવારના 8 સુધી રહેશે. જો કે આ લોકડાઉનમાં આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓને આંશિક રાહત આપવામાં આવી છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન, આગામી 15 દિવસ સુધી સાંજે 4 પછી બજાર બંધ
સાબરકાંઠાના હિંમતનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન, આગામી 15 દિવસ સુધી સાંજે 4 પછી બજાર બંધ

By

Published : Nov 26, 2020, 8:33 PM IST

  • સાબરકાંઠામાં કોરોનાનું વધતું સંક્રમણ
  • સ્થાનિક આગેવાનો તેમજ વેપારી મંડળ દ્વારા અપાયું સ્વૈચ્છિક લોકડાઉન
  • સાંજે 4થી સવારના 8 સુધી બજારો રહેશે બંધ

સાબરકાંઠા: સમગ્ર ગુજરાતની જેમ સાબરકાંઠામાં પણ છેલ્લા એક સપ્તાહમાં કોરોના પોઝિટિવ કેસ ગંભીર રીતે આગળ વધી રહ્યા છે જેને અટકાવવા માટે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, તેમજ ઇડરમાં સાંજે 4થી સવારના 8 સુધી લોકડાઉનનું એલાન આપવામાં આવ્યું છે. સ્થાનીક વેપારી મહામંડળ, નગરપાલિકા તેમજ રાજકીય આગેવાનો દ્વારા બેઠક યોજી સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન, આગામી 15 દિવસ સુધી સાંજે 4 પછી બજાર બંધ


સાબરકાંઠામાં 1400થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

શિયાળાની ઋતુમાં રાજ્યમાં કોરોના મહામારી વધુ ફેલાય તેવી સંભાવનાઓ છે ત્યારે હિંમતનગરમાં આગામી 15 દિવસ સુધી સાંજે 4થી સવારના 8 વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન ઉપરાંત બે ગજનું અંતર જાળવવું, માસ્ક તેમજ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો વગેરે સૂચનો આપવામાં આવ્યા છે. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં 1400થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે આ પ્રકારના પગલા ભરવા અનિવાર્ય છે.

આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓને છૂટછાટ


દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના પોઝિટિવ સંક્રમણને રોકવા હવે શહેરની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ જાગૃતતાની જરૂરિયાત છે જેથી લોકડાઉનનો આ નિર્ણય લેવાયો છે. જો કે દૂધ, દવાઓ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓને લોકડાઉનમાં આંશિક રાહત આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details