ગુજરાત

gujarat

ETV Bharat / state

Be the Change: વિજયનગરમાં ચડોતરુ થતા અટક્યું, મૃતદેહને અગ્નિદાહ - વિજયનગર

સાબરકાંઠા: વિજયનગરમાં વધુ એક ચડોતરુ પરંપરાનો કિસ્સો બનતા અટકી ગયો છે. અહીં ત્રણ દિવસ પહેલા મુકેશભાઈ બોડાત નામના વ્યક્તિનું મોત થયું હતું. આ મૃતદેહને અગ્નિદાહ આપ્યા વિના સામાજિક ન્યાયની અપેક્ષાએ રાખી મૂકવામાં આવ્યો હતો. જો કે, રાજસ્થાનમાં રહેતા અને મુકેશભાઈના મૃત્યુ પાછળના જવાબદાર લોકો સહિત, રાજસ્થાન પોલીસે ફરિયાદીની કોઈ વાત ન સાંભળતા આખરે ન્યાય વિના જ ત્રણ દિવસ બાદ, મૃતદેહનો અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યાં છે.

Sabarkantha

By

Published : Aug 30, 2019, 10:45 PM IST

જો કે, રાજસ્થાન પોલીસે કોઈપણ પ્રકારની વાત સાંભળ્યાં વિના સૌપ્રથમ મૃતદેહને અગ્નિસંસ્કાર કરી વધુ તપાસ કરવાનું જણાવ્યું હતું. વિજયનગરના કાલવડ નજીક વીજલાસણ ગામમાં મુકેશભાઈ બોડાતને, તેમના સંબંધીઓ 10 દિવસ પહેલા ઇડરમાં આવેલા વીર બાવજીના મંદિરે લઇ ગયા હતા. જ્યાં સંબંધીઓ દ્વારા અગમ્ય કારણસર મુકેશભાઈને મુઠમાર મરાયો હતો. જેથી જીવન-મરણના ઝોલા ખાતા મુકેશભાઈને ઇડરની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

જેમનું ત્રણ દિવસ પહેલા મૃત્યુ થતા સામાજિક ન્યાય મેળવવાની અપેક્ષાએ તેમના મૃતદેહને અગ્નિદાહ વિના ઘરમાં જ આગળ મૂકી દેવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ સામાજિક ન્યાય મેળવવા માટે આદિવાસી સમાજની ચડોતરૂ પરંપરા કરવા માટે સંબંધીઓના વતન, રાજસ્થાનમાં દહિયા સુધી મૃતદેહને લઈ જવાનું આયોજન કર્યું હતું. જો કે, સામાજિક સમાધાન ન થાય તો પોતાના સ્વજનનો અગ્નિદાહ પણ દહિયા મુકામે જ આપવાનું નક્કી કર્યું હતું.

Be the Change: વિજયનગરમાં ચડોતરુ થતા અટક્યું, મૃતદેહને અગ્નિદાહ

આમ, વિજયનગરથી રાજસ્થાન ગયેલા સામાજિક અગ્રણીની રાજસ્થાન પોલીસે કોઈપણ પ્રકારની વાત ન સાંભળી સૌપ્રથમ મૃતદેહના અગ્નિસંસ્કાર કર્યા બાદ વધુ તપાસ કરવા જણાવ્યું હતું. જેના પગલે સામાજિક ન્યાય ન મળતા ત્રણ દિવસ બાદ મુકેશભાઈને અગ્નિદાહ અપાયો હતો. આમ, ચડોતરૂ પરંપરા થતી અટકી ગઈ હતી. સ્થાનિક આદિવાસીઓમાં જાગૃતિ આવતા હવે તેઓ પોલીસ સાથે રહી કાયદાની રૂએ ન્યાય મેળવતા થયાં છે.

ABOUT THE AUTHOR

...view details