- સાબરકાંઠાની વિજયનગરની રાણી બોર્ડર સિલ
- કોરોના મહામારી મામલે લેવાયો નિર્ણય
- RT-PCR નેગેટિવ રિપોર્ટ ધરાવનારને જ મળશેે પ્રવેશ
સાંબરકાઠાઃએક તરફ રાજસ્થાનમાં કોરોના કહેરમાં સત્તત વધી રહ્યો છે. ત્યારે ગુજરાતની તમામ બોર્ડર ફરી એકવાર સિલ થઈ રહી છે ત્યારે ગુજરાતની સાબરકાંઠાના વિજયનગરની રાણી બોર્ડર પર ચેકીંગ વધારી બોર્ડર સિલ કરાઇ છે. તેમજ RT-PCR નેગેટિવ રિપોર્ટ નહીં ધરાવનારને જે તે રાજ્યમાં ફરી મોકલવામાં આવી રહ્યા છે. રાજસ્થાન તેમજ ગુજરાત વચ્ચે આવેલી તમામ બોર્ડર ઉપર હાલમાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા સઘન ચેકીંગ હાથ ધરાયુ છે. જે અંતર્ગત સાબરકાંઠાના વિજયનગરની રાણી બોર્ડર ફરી સિલ કરાઈ છે. જોકે 15 દિવસ અગાઉ પણ લોકડાઉન વધતા રાણી બોર્ડરને બંધ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃરાજસ્થાનમાં લૉકડાઉન હોવાથી અંબાજીથી 6 કિમી દૂર આવેલી છાપરી સરહદ 24 મે સુધી સીલ
RT-PCR નેગેટિવ રિપોર્ટને પ્રાધાન્ય