ગુજરાત

gujarat

ETV Bharat / state

વિજયનગર પોલો ફોરેસ્ટમાં બે દિવસ માટે પ્રતિબંધ

સમગ્ર ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટમાં આજથી બે દિવસ માટે સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્થાનિકો સિવાય અન્ય કોઈ લોકોને પ્રવેશ મળશે નહીં. તેમજ કોરોના સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે.

વિજયનગર પોલો ફોરેસ્ટમાં બે દિવસ માટે પ્રતિબંધ
વિજયનગર પોલો ફોરેસ્ટમાં બે દિવસ માટે પ્રતિબંધ

By

Published : Dec 31, 2020, 9:13 AM IST

  • વિજયનગર પોલો ફોરેસ્ટ બે દિવસ માટે પ્રતિબંધ
  • કોરોના સંક્રમણ અટકાવવા માટે લેવાયો નિર્ણય
  • સ્થાનિકો સિવાય કોઈને પ્રવેશ નહીં
  • મુલાકાતીઓની સંખ્યા વધતા થયો હતો વિરોધ

સાબરકાંઠા :સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે પોલો ફોરેસ્ટની ગણના થાય છે. તેમજ આસપાસના જિલ્લાઓ સહિત દૂર દૂરથી લોકો સૌંદર્ય માણવા આવે છે. જોકે, કોરોના સંક્રમણ વધતા સાબરકાંઠા જિલ્લા સમાહર્તા દ્વારા બે દિવસ માટે પોલો ફોરેસ્ટને પ્રતિબંધિત જાહેર કરાયો છે. આ વિસ્તારમાં સ્થાનિકો સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને બે દિવસ સુધી પ્રવેશ મળશે નહીં.

વિજયનગર પોલો ફોરેસ્ટમાં બે દિવસ માટે પ્રતિબંધ
વિજયનગર પોલો ફોરેસ્ટ બે દિવસ માટે પ્રતિબંધ

પોલો ફોરેસ્ટની મુલાકાત પર પ્રતિબંધ

છેલ્લાં કેટલાક સમયથી સાબરકાંઠા વિજયનગર પોલો ફોરેસ્ટમાં હજારોની સંખ્યામાં ઉમટી પડતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સ્થાનિક પોલીસને પણ આ મામલે ઠોસ અમલીકરણ માટે રજૂઆત કરાઇ છે. જોકે, આગામી સમયમાં વિજયનગર પોલો ફોરેસ્ટ પર મુકાયેલો પ્રતિબંધ કોરોના સંક્રમણ ઘટાડવા માટે મહત્વનો બની રહ્યો છે. ત્યારે બે દિવસ સુધી પ્રતિબંધ રહેવાના પગલે સ્થાનિક વિસ્તારમાં રોજગારીનો પ્રશ્ન સૌથી મોટો છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા આજદિન સુધી આ મામલે કોઈ ચોક્કસ પગલાં લેવાયા નથી. ત્યારે રોજગાર મેળવનારા લોકો માટે ચોક્કસ આયોજન થાય તે જરૂરી છે. જોકે, આવું ક્યારે બનશે એ તો આગામી સમય જ બતાવશે.

વિજયનગર પોલો ફોરેસ્ટ બે દિવસ માટે પ્રતિબંધ

ABOUT THE AUTHOR

...view details