ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટી જીત મળશે: મુખ્યપ્રધાન રૂપાણી - sbr

હિંમતનગર: સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠક માટે ભાજપે મંગળવારે હિમતનગર વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ કેન્દ્રીય પ્રધાન હરિ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં કોંગ્રસ તેમજ મહાગઠબંધન પર આકરા પ્રહાર કરી ભારતને ફરી એકવાર વિશ્વ ગુરુ બનાશે તેવું કહ્યું હતું. દીપસિંહ રાઠોડને સાબરકાંઠા બેઠકના ઉમેદવાર બનાવ્યા બાદ આ સંમેલન યોજાયું હતું.

સ્પોટ ફોટો

By

Published : Mar 26, 2019, 4:02 PM IST

જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, આગામી સમયમાં ભારતને ફરી વિશ્વ ક્ક્ષાએ સન્માનિત કરવા માટે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા જરૂરી છે. ભારતમાં આજદિન સુધી માત્ર કોંગેસ દ્વારા પરિવાદ ચલાવ્યો છે, તેમજ દેશ ને સ્પેકટમ કૌભાંડ, કોલસા કૌભાંડ તેમજ ખેલ મહાકુંભ કૌભાંડ કરી દેશને લૂંટ્યો છે. તેમજ આતંકવાદીઓને છુટોદોર આપવાનું કામ કરનારા તત્વો સાથે સરખાવ્યા હતા.

લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી જીત મળશે: વિજય રૂપાણી

વધુંમામુખ્યપ્રધાનેકહ્યું કે, જવાહરલાલ નેહરુએ આરામ હરામ હેનું સૂત્ર આપ્યું હતું. ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું હતું. રાજીવ ગાંધી મિસ્ટર ક્લીને ભષ્ટ્રાચારની શરૂઆત કરી હતી. મનમોહન સરકારમાં કૌભાડો નિકળ્યા હતા. કોંગ્રેસ જૂઠું બોલી72 હજારની રૂપિયા આપવાનીવાત કરે છે. PM મોદીએ અનેક યોજનાઓશરૂકરી છે. જેમાં મુખ્ય આયુષ્માન ભારત છે. 5 લાખ સુધીની સ્વાસ્થય સહાય મળે છે.

મુંબઈ આતંકવાદ સમયે નક્કર પગલા ન લેવાની વાત કરી હતી. પુલવામા હુમલા બાદ એર સ્ટ્રાઈક કરી દેશને ગૌરવ અપાવાનું કામ કરવા PM મોદીએ કર્યું છે. તેમજ કોંગ્રસે 70વર્ષના હિસાબ સામે મોદીના 5 વર્ષનો હિસાબ ભારે હોવાની વાત કરી હતી. તેમજ રામ મંદિર ભાજપ જ બનાવશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ભારતના વિકાસ માટે આયુષ્માનયોજના તેમજ ભારત કિસાન સન્માન યોજના અંતર્ગત કિસાને સમૃદ્ધ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. રાહુલ ગાંધીની ગરીબોને 72હજાર આપવાના વાયદાને મોટું જૂઠાણું ગણાવ્યું હતું.તેમજ આતંકવાદીઓને સૌથી વધારે કોંગ્રસના સમયમાં જ છોડાવ્યા હોવાની વાત કરી હતી. કોંગ્રેસને આડે હાથ લેતા આગામી સમયમાં લોકસભામાં સૌથી મોટી જીત મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details