સાબરકાંઠાઃ વડાલીના થેરાસણા ગામના વેવાઈ અને વેવાણ 4 દિવસ પહેલા થેરાસણા ગામેથી ગુમ થયા હતા. સંતાનોના સંબંધથી જોડાયેલું યુગલ દ્વારા પ્રેમ સંબંધ ફેરવાયા બાદ બંને ફરાર થવાનો નિર્ણય લીધા બાદ મંગળવારે અચાનક બંનેના મૃતદેહ મળી આવતા ખેડબ્રહ્માના દિધિયા ગામે ચકચાર મચી હતી.
સામાજિક અને સાહસિક સંબંધોને શર્મસાર કરનારો આવો કિસ્સો આ પહેલા સુરતમાં બની ચૂક્યો છે. તેમજ સુરતના કિસાનું પુનરાવર્તન થતું હોય તે પ્રકારનો કિસ્સો વડાલીના થેરાસણામાં બનવાના પગલે આસપાસના વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં ટૉક ઑફ ધ ટાઉન બનવા પામ્યો છે. જો કે સંતાનોના સબંધ થાય તે પહેલા સામાજિક સંબંધોથી જોડાયેલા યુગલ ગામમાંથી ફરાર થયા બાદ ખેડબ્રહ્મા આત્મહત્યા કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તેમ જ બંનેના મૃતદેહ કબ્જે લઇ પીએમ અર્થે ખસેડાયા છે.