સાબરકાંઠાઃ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ થવાના પગલે જિલ્લાના મોટાભાગના નદીના તેમજ તળાવ વરસાદી પાણીના પગલે છલકાઈ ચૂક્યા છે. તેમજ હજૂ પણ વરસાદ શરૂ હોવાને કારણે આગામી સમયમાં મોટાભાગના જળાશય પૂર્ણ સપાટીએ ભરાઈ જાય તેવી પણ સંભાવના છે.
સાબરકાંઠા જિલ્લામાં વરસાદી 3 દિવસ વિરામ લીધા બાદ ફરી એક વખત સાર્વત્રિક અમીવર્ષા શરૂ કરી છે. જેના પગલે જિલ્લામાં સરેરાશ 24 કલાકમાં 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. તેમજ હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે. મોટા ભાગના નદી-નાળા તેમજ તળાવમાં પાણીની વ્યાપક આવક થઈ રહી છે.
ભારે વરસાદના પગલે સૌથી વધારે ખુશી ખેડૂતોમાં જોવા મળી રહી છે. જો કે, જિલ્લામાં હજૂ સુધી કોઈપણ જળાશય 100 ટકા ભરાયું નથી. ત્યારે હાલમાં શરૂ થયેલા વરસાદના પગલે જગતના તાત ગણાતા કિસાન માટે જાણે કે જળાશયો ફરી વખત પૂર્ણ સપાટીએ આવી તો આગામી સમયમાં ખેતી માટે જરૂરી સિંચાઈનું પાણી મળી શકે છે. આ વરસાદી પાણીને કારણે જળ સ્તર ઉપર આવીશે તેમજ જળસ્તર વધવાને કારણે આગામી સમયમાં ફળદ્રુપ જમીનમાં વધતો જતો ક્ષાર અટકશે. જેના પગલે હાલ વરસી રહેલો વરસાદ સમગ્ર જિલ્લા માટે મહત્વનો સાબિત થશે.