ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં અકસ્માતો નિવારવા સ્પીડ ગનની ટેકનોલોજીનો ઉપયોગ

સાબરકાંઠા : જિલ્લામાં ઓવર સ્પીડ વાહનો દ્વારા થતા અકસ્માતો નિવારવા સ્પીડ ગનની નવીન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઓવર સ્પીડના વાહન ચાલકો વિરૃદ્ધ 11ગુના દાખલ કરી વાહનચેકીંગ દરમિયાન કુલ 8,100,નો દડ વસુલવામાં આવ્યો છે.

સાબરકાંઠામાં અકસ્માતો નિવારવા સ્પીડ ગનની ટેકનોલોજીનો ઉપયોગ

By

Published : Jul 9, 2019, 5:58 AM IST

સાબરકાંઠા જિલ્લામાં આજથી સ્પીડ ગનનો ઉપયોગ શરૂ થયો છે.ટ્રાફિક વિભાગ દ્વારા ઓવર સ્પીડના વાહન ચાલકો વિરૃદ્ધ સ્પીડ ગનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યા વધતા સ્પીડ ગનનો ઉપયોગ દ્વારા અકસ્માત ઝોન ઘટાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

જેમાં વધુ સ્પીડ ધરાવનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી સ્થળ ઉપર જ દંડ વસૂલવામાં આવે છે. જિલ્લામાં ફુલ 11 વાહનચાલકો સામે ગુના દાખલ કરી વાહનચેકીંગ દરમિયાન કુલરૂ,8,100,નો દડ કરવામાં આવ્યો છે.વધુ સ્પીડ ધરાવનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી છે. સાથે સાથે વધુ મુસાફરો ભરીને ખાનગી વાહનોમાં અવરજવર કરાવનારા વાહનચાલકો સામે પણ કાર્યવાહી હાથ ધરાય તો અકસ્માત નિવારવા મદદરૂપ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details