સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં ચડોતરૂં મામલે હંગામો થયો હોય તેવી ઘટના સામે આવી છે. સમગ્ર બનાવ ખેડબ્રહ્મા તાલુકા ખેરોજ વિસ્તારનાના હિંગટીયા ગામે બનવા પામ્યો હતો. મળેલી માહિતી અનુસાર એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. ઘટનામાં એક વ્યક્તિનું મોત થતા મામલો બીચક્યો હતો. હિંગટીયા ગામના યુવાનનો મૃતદેહ મળવાથી મામલો ગરમાયો હતો.
પોલીસ પર પથ્થરમારો:સામે આવેલી માહિતી અનુસાર સામેના મૃતદેહ પક્ષના ઘરે મૂકવા બાબતે મામલો ગરમાયો હતો. પોલીસે મૃતદેહ સ્થળ પરથી ઉઠાવી પોસમોર્ટમ કરાવી પરત લાવવા બાબતે ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું. જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમ્યાન પોલીસ અને એમ્બ્યુલન્સ પર પત્થરમારો થયો હતો.
અંતિમવિધિ માટે વાટાઘાટો: મૃતદેહને અંતિમ વિધી માટે લઈને આવતા પથ્થરમારો કરાયો હતો. ગત રાત્રિથી જિલ્લાની મોટાભાગની પોલીસ ઘટના સ્થળે તૈનાત રહી હતી. પોલીસે કોમ્બિંગ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે. પોલીસ દ્વારા મોટી ઘટના ન બને તેવા પ્રયત્નો હાલ હાથ ધરી રહી છે. મૃતદેહની અંતિમ વિધિ થાય તે માટેની પરિવાર સાથે રહીને વાટાઘાટો શરૂ કરી છે.
શું છે ચડોતરૂં પ્રથા?: આદિવાસી સમાજમાં અને ખાસ કરીને સાબરકાંઠામાં ચડોતરૂં પ્રથા હજુ પણ જોવા મળે છે. ચડોતરૂં એટલે કે ન્યાય મેળવવાની પ્રથા. ધારો કે કોઈના મોતને શંકા થાય કે તેની હત્યા થયેલ છે તો તેનો અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતો. એ મૃતદેહને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી એમની એમ મૂકી રાખવામાં આવે છે. જે આદિવાસીઓમાં સદીઓથી ચાલી આવે છે. ચડોતરૂં થાય ત્યારે બે ગામના આગેવાનો ભેગા મળે અને પંચાયતમાં નક્કી થયા પ્રમાણે ન્યાય કરવામાં આવે છે. ન્યાયતંત્ર કરતા પંચાયતનો નિર્ણય માન્ય રાખવામાં આવે છે. પંતાયતના આદેશ પ્રમાણે દંડની રકમ ચૂકવવામાં આવે. વળી જો ન્યાય મંજૂર ન થાય તો સામસામે તીર-કામઠાં પણ ચાલે છે, જેમાં લોકો ઘાયલ પણ થાય છે.
update...