સાબરકાંઠા : હિંમતનગર સહકારી જીન ખાતે સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી ઓછા ભાવે કપાસ વેચતા આજે ખેડૂતોએ હંગામો સર્જયો હતો. સરકારે ટેકાનો ભાવ ૧૧૦૦ નક્કી કરેલ છે, પરંતુ સ્થાનિક વેપારીઓ તેમજ સહકારી જીનના સરકારે નક્કી કરેલા અધિકારીઓની મિલીભગતીના પગલે ભાવ 900થી પણ ગગડી જતા ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા હતા. તેમજ છેલ્લા એક સપ્તાહથી આ મામલે વિરોધાભાસ ચાલતો હતો. જોકે આજે સવારે ૮ થી પણ ઓછા ભાવે કપાસ ખરીદવાની શરૂઆત કરતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી હતી.
હિંમતનગરની સહકારી જીન ખાતે કપાસના ભાવ ન મળતાં ખેડૂતોનો હંગામો - FARMER NEWS
આજે હિમતનગર ખાતે કપાસ વેચવા આવેલા ખેડૂતોને ટેકાના ભાવથી ઓછો ભાવ મળતા હંગામો સર્જાયો હતો. જોકે આ મામલે વિરોધાભાસ વધતા આખરે બંધ રખાયેલી હરાજી ફરી શરૂ કરવામાં આવી હતી.

એક તરફ રાજ્ય સરકાર દ્વારા કિસાનોના પડતર મૂલ્યમાં નુકશાન ન જાય તે માટે ટેકાનો ભાવ નક્કી કરતો હોય છે. જેના પગલે 1200 રૂપિયા ભાવ નક્કી કરાયા હોવા છતાં 800થી ઓછા ભાવે ખરીદીની શરૂઆત કરવાના પગલે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો. જોકે હંગામો સર્જાયા બાદ હરાજી બંધ થઈ હતી. તેમજ સ્થાનિક ખેડૂતોએ અધિકારીને રૂબરૂ રજૂઆત કરતાં તેમને આંખ આડા કાન કર્યા હતા. જોકે સહકારી જીનની આવેલા તમામ ખેડૂતો એકરૂપ થતાં માટે બંધ રખાયેલી હરાજી ફરી શરૂ કરવામાં આવી હતી. તેમજ અગિયારસોના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી.
જોકે સ્થાનિક કક્ષાએ ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે ભ્રષ્ટ અધિકારીઓ બહારના રાજ્યનું કપાસ સરકારી ટેકાના ભાવે ખરીદવામાં આવે છે તેમ જ સ્થાનિક ખેડૂતોને ભાવ ન આપવા પડે તે માટે તેમનું ખરીદીનો ભાવ ૮૦૦ રાખવામાં આવે છે. જો કે રજૂઆતોની વચ્ચે સહકારી જીનમાં જ મહારાષ્ટ્રથી આવેલી ટ્રક પણ મળી આવી છે. ખેડૂતોના આક્ષેપો અંતર્ગત આગામી સમયમાં વહીવટી પ્રશાસન તંત્ર દ્વારા કેટલાક એવા નિર્ણય લેવાય છે એ તો સમય જ બતાવશે.