ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાનું અનોખું ગામ જ્યાં જાનવરો માટે બનાવાય છે રસોઈ !

સાબરકાંઠાઃ હળાહળ કળિયુગમાં જ્યાં માનવી માટે ભોજનની વ્યવસ્થા થઈ શકતી નથી, ત્યારે સાબરકાંઠાનું એક એવું ગામ છે જ્યાં પશુઓ માટે સમગ્ર ગામ એકરૂપ થઈ તેમના ભોજનની ચિંતા કરે છે.

સાબરકાંઠા

By

Published : Jun 25, 2019, 1:25 PM IST

સાબરકાંઠાના ઇડર તાલુકામાં રતનપુર ગામ આવેલું છે, જ્યાં અન્નદાન ચાલે છે. આ ગામમાં 30 વર્ષથી જોડાયેલા સ્થાનિક લોકો ભગવાનના ભજન કીર્તન બાદ અન્નદાનને મહત્વ આપે છે. આ ગામમાં પશુ પક્ષીઓ ભૂખ્યા ન રહે તે માટે ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે.

સાબરકાંઠાનું અનોખું ગામ જ્યા જાનવરો માટે બનાવાય છે રસોઈ

રતનપુર ગામના લોકોએ 30 વર્ષ પહેલાં આ વિચારને અમલી બનાવ્યો હતો. જેના પગલે ગામની આજુબાજુ રખડતા જાનવરો અને પક્ષીઓ માટે અન્નની વ્યવસ્થા કરવામાં આવી. કહેવાય છે કે, અન્નદાન એ મહાદાન છે જે અહીંયા પુરવાર થાય છે. આ ગામને ક્યાંય અનાજ માટે બહાર ભટકવું પડતું નથી. કહેવાય છે કે, સારું કામ કરો તો, કુદરત પણ સહયોગ આપે છે. સાથે જ તહેવાર પ્રમાણે લાડુ જેવી વાનગીઓ અહીંયા જાનવરોને અપાય છે.

આ ગામના લોકોનો નિત્યક્રમ બની ગયો છે કે, ગલીઓમાં ફરતા કુતરાઓ અને અન્ય રખડતા જાનવરો માટે રોટલી બનાવવાની તે પણ ભજન કીર્તન કરતા કરતા. સાથે પુરુષો રોટલીનો લોટ બાંધે અને રોટલી સેકતાં નજરે જોઈ શકો છો. તેવી જ રીતે મહિલાઓ ભજનમા વ્યસ્ત જોવા મળે અને તે પણ હર્ષઉલ્લાસભેર સાથે. કાચું અનાજ પક્ષીઓ માટે અને શેકેલું અનાજ રખડતા ઢોર માટે છે.જાનવરોને દર દર ભટકવું ન પડે તેથી સવારે વહેલા અને સાંજના સમયે નિત્ય ગામમાં ફરીને જાનવરોને રોટલી ખવડાવીને પછી જ બાકીનું કામ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details