ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડબ્રહ્મામાં લૂંટના ઇરાદાથી અજાણ્યા શખ્સોએ આંગડીયા કર્મીને મોતને ઘાટ ઉતાર્યો - ખેડબ્રહ્મા સમાચાર

સાબરકાંઠાઃ ખેડબ્રહ્માની આંગડિયા પેઢીના કર્મચારી પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ તેમજ છરીના ઘા મારી લૂંટ કરવાના ઇરાદે આંગડીયા કર્મીનું મોત થયું હતું. જેના પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતની માહિતી એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સાબરકાંઠાઃ
સાબરકાંઠાઃ

By

Published : Jan 21, 2020, 7:34 PM IST

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ખાનગી આંગડિયા પેઢીના કર્મચારી SBI બેન્કમાંથી કેશ લઈ પરત આવતો હતો, જે દરમિયાન અજાણ્યા કારચાલકોએ પ્રકાશ નાયક સામે ફાયરિંગ કરી છરીના ઘા મારી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જોકે, આંગડિયા પેઢીના કર્મચારી પૈસાનો થેલો ન આપતા બે રાઉન્ડ ફાયરિંગ કરી ધારદાર છરીના ઘા માર્યા હતા ,જેના કારણે આંગડિયા પેઢીના કર્મચારી પ્રકાશ નાયકનું મોત નિપજ્યુ હતું.

ખેડબ્રહ્મામાં લૂંટ કરવાના ઇરાદાથી અજાણ્યા શખ્સોએ આંગડીયા કર્મીને મોતને ઘાટ ઉતાર્યો

આ ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે સનસનાટી ફેલાઈ હતી. તેમજ સ્થાનિક DYSP સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલમાં આંગડિયા પેઢીના કર્મચારીના મૃતદેહને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતની માહિતી એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details