ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાયરસઃ સાબરકાંઠાના હિંમતનગરમાં બે શંકાસ્પદ કેસ - Two suspected cases

કોરોના વાયરસનો કહેર ચારે બાજુ છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં બે દર્દીઓને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતાં હવે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે. જેમાંથી એકને રજા આપવામાં આવી છે. તેમજ એકને હજી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.

etv bharat
etv bharat

By

Published : Feb 4, 2020, 11:51 AM IST

હિંમતનગરઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર વાયરસ હવે સાબરકાંઠાના હિંમતનગરમાં પણ જોવા મળ્યો છે. ચીનથી 80થી વધારે મેડિકલમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પરત આવ્યા બાદ બે વિદ્યાર્થીઓને એરપોર્ટ ઉપર તમામ પરીક્ષણ પુરા કરી શંકાસ્પદ લક્ષણો જણાતા બંનેની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. જેમાંથી એકની પૂર્ણ સ્વસ્થ્ય જણાતાં રજા આપવામાં આવી છે. તેમજ અન્ય એક વ્યક્તિને શંકાસ્પદ લક્ષણો હોવાનું પ્રાથમિક તારણ સામે આવતા હાલમાં તેની સારવાર ચાલી રહી છે.

કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ

જો કે, હજુ સુધી આ આ મામલે સિવિલ સર્જન સહિત સાબરકાંઠા જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા કોઇ ચોક્કસ નિવેદન આપવામાં આવી નથી, પરંતુ શંકાસ્પદ લક્ષણો હોવાનું ધ્યાનમાં આવતા દરેક જિલ્લાની જેમ સાબરકાંઠા જિલ્લામાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડ શરૂ કરી પ્રાથમિક તબક્કે સારવાર આપી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

આગામી સમયમાં કોરોના વાયરસ કેટલા અંશે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર વિશ્વમાં સહકાર મળશે, એ તો સમય જ કહેશે. સાબરકાંઠા જિલ્લા તંત્ર દ્વારા જીવલેણ વાઇરસ સામે અત્યારથી જ સુરક્ષાત્મક પગલા લેવાયા હોવાનું ધ્યાને આવ્યું છે. આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં પણ ચીનથી મેડિકલ અભ્યાસ કરી પરત ફરેલા તેમજ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ મામલે કેટલું જાગૃત રહેશે એ આગામી જ સમય બતાવશે.

ABOUT THE AUTHOR

...view details