ગુજરાત

gujarat

ETV Bharat / state

વન વિભાગના અધિકારીની ગાડીએ બાઇક ચાલકને ટક્કર મારતા બેના મોત - વન વિભાગના અધિકારી

ગુરૂવારે મોડી રાત્રે સાબરકાંઠાના ઇડર-હિંમતનગર હાઈવે ઉપર સાબરકાંઠા વન વિભાગના અધિકારીની ગાડીએ બાઇક ચાલકને ટક્કર મારતા યુવક-યુવતી સહિત બેના મોત થયા છે, તેમ જ બે ગંભીર છે, જો કે વનવિભાગના અધિકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

વન વિભાગના અધિકારીની ગાડીએ બાઇક ચાલકને ટક્કર મારતા બેના મોત
વન વિભાગના અધિકારીની ગાડીએ બાઇક ચાલકને ટક્કર મારતા બેના મોત

By

Published : Jan 1, 2021, 6:59 PM IST

Updated : Jan 1, 2021, 7:48 PM IST

  • ઇડર-હિંમતનગર હાઈવે પર અકસ્માત
  • સગાઇ કરેલી યુવતીનો જન્મદિવસ મનાવી પરત ફરતા અકસ્માત
  • અકસ્માતના પગલે બંનેના મોત
  • સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ

સાબરકાંઠાઃ જિલ્લાના ઇડર-હિંમતનગર હાઈવે પર ગત મોડી રાત્રિએ સાબરકાંઠા જિલ્લા વન વિભાગના અધિકારીની ગાડીએ તાજેતરમાં સગાઈ કરેલ દંપતીને અડફેટે લેતા બેના મોત થયા છે, તેમજ અન્ય બે ઘાયલ થયા છે. બન્ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જો કે વન વિભાગના અધિકારી સામે ભારે રોષ ફેલાયો છે. જો કે હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

વન વિભાગના અધિકારીની ગાડીએ બાઇક ચાલકને ટક્કર મારતા બેના મોત

યુવતીના જન્મદિવસે જ મોત

અરવલ્લીના મુનાઈ ગામે રહેતા યુવકની સગાઈ સાબરકાંઠાના ઇડરના દલજીતનગરમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવનાર યુવતી સાથે થઈ હતી, જ્યા ગુરૂવારના રોજ યુવતીનો જન્મદિવસ હોવાથી બંને યુગલ ઘરે પરત આવી રહ્યા હતા, ત્યારે સાબરકાંઠા જિલ્લાના વન વિભાગના અધિકારીની ગાડીએ અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે યુવતીનુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે, જેના પગલે સ્થાનિક વિસ્તારના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

વન વિભાગના અધિકારીની ગાડીએ બાઇક ચાલકને ટક્કર મારતા બેના મોત

અધિકારી સામે રોષ

જો કે છેલ્લા એક અઠવાડિયામાં સતત આ રોડ ઉપર ત્રણ અકસ્માત થતા હવે સ્થાનિક વિસ્તારના લોકોમાં રોષ વ્યાપ્યો છે. જો કે ગુરૂવારના રોજ થયેલા અકસ્માતમાં બેના મોત સ્થાનિક અધિકારીઓ સામે પણ વિરોધ કરાયો છે. જો કે સ્થાનિક લોકોના વિરોધ સામે ચોક્કસ કાર્યવાહી થાય તે જરૂરી છે.

Last Updated : Jan 1, 2021, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details