ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં બે દિવસમાં વરસાદને પગલે ખેતીને મળ્યું જીવનદાન

જિલ્લામાં છેલ્લા બે દિવસથી થઇ રહેલા વરસાદના પગલે ખેતીને નવજીવન મળ્યું છે. મગફળી કપાસ તેમજ સોયાબિનના પાકને વરસાદી પાણીથી જિલ્લાના ખેતરો ખીલી ઉઠયા છે.

ખએતર
Kslj

By

Published : Jul 25, 2020, 7:13 PM IST

સાબરકાંઠા: જિલ્લામાં છેલ્લા બે દિવસથી થઇ રહેલા વરસાદના પગલે ખેતીને નવજીવન મળ્યું છે. મગફળી કપાસ તેમજ સોયાબિનના પાકને વરસાદી પાણીથી જિલ્લાના ખેતરો ખીલી ઉઠયા છે.

વરસાદના પગલે ખેતીમાં નવા પ્રાણ ફૂંકાયા છે, જોકે આ વર્ષે શરૂઆતના સમયે ખેતીલાયક વરસાદ થયા બાદ વરસાદે વિરામ લીધો હતો જેના પગલે ખેડૂતોમાં પાકને ટકાવવા માટે ચિંતાના વાદળો ઘેરાયા હતા. જો કે બપોર બાદ થયેલા વરસાદને પગલે ખેતીમાં નવા પ્રાણ ફૂંકાયા છે. જિલ્લામાં સૌથી વધુ વાવેતર કરાયેલા મગફળીના પાકને નવજીવન મળ્યું છે, તો સાથોસાથ કપાસ, સોયાબીન સહિતના પાકો વરસાદી પાણીના પગલે ખીલી ઉઠયા છે.

હાલમાં સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી થયેલા મોટાભાગના તાલુકાઓમાં વરસાદ યથાવત રહ્યો છે, જેના પગલે ખેતી ખીલી ઉઠી છે તેમજ પ્રકૃતિમાં પણ નવા પ્રાણ ફૂંકાયા હોય તેવો માહોલ જામ્યો છે.

જોકે આગામી સમયમાં ખેતીને ટકાવી રાખવા માટે હજી પણ ભારે વરસાદની જરૂરિયાત છે ત્યારે જોવુ એ રહ્યું છે કે આ વખતે સાબરકાંઠા જિલ્લાને ખેતીલાયક વરસાદ કેટલા પ્રમાણમાં મળી રહે છે.

ABOUT THE AUTHOR

...view details