- હિંમતનગરમાં 1300 મેટ્રિક ટન ખાતર ભરેલી ટ્રેન આવી
- ખેડૂતોને મળશે ખાતર લેવાની લાઈનમાંથી છૂટકારો
- રવિ સિઝનની ખેતીમાં થશે નોંધપાત્ર વધારો
સાબરકાંઠા : હિંમતનગર રેલવે સ્ટેશનને 1300 મેટ્રિક ટન ભરેલી ટ્રેન આવી પહોંચતા સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે આ ટ્રેન આશીર્વાદરૂપ બની રહેશે. સામાન્ય રીતે રવિ સીઝનમાં ઘઉં,બટાકા, ચણા સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં આવા ખાતરની જરૂરીયાત ઉભી થતી હોય છે. જોકે, ઠીક આવા સમયે જ ખાતરની ખૂબ મોટી તંગી સર્જાતી હતી. તેમજ ખાતર મેળવવા માટે મહેસાણા તેમજ પાલનપુર સુધી લાંબા થવું પડતું હતું. જોકે, ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા આ વખતે હિંમતનગર રેલવે સ્ટેશન ઉપર બ્રોડગેજ લાઇનનું કામ પુરુ કરી દેવામાં આવતા ખાતર ભરેલી રેન્ક સીધેસીધી હિંમતનગર આવી હતી.
સાબરકાંઠાના હિંમતનગર ખાતે ખાતર ભરેલી ટ્રેન આવતા ખેડૂતોમાં ખુશી, હવે લાઈનમાંથી મળશે છુટકારો 14થી વધારે તાલુકાઓને સીધો ફાયદો
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 14 થી વધારે તાલુકાના ગામડાંઓ માટે ખાતર મેળવવા માટે હવે કોઇ સમસ્યા સર્જાશે નહીં. મોટાભાગે ખાતર મેળવવા માટે આ સિઝનમાં લાંબી કતારો લાગતી હતી. તેમજ કાળા બજાર કરનારાઓ માટે મોકળું મેદાન મળતું હતું. પરંતુ હવે પ્રત્યેક ગામડાંના ખેડૂત સુધી ખાતર મેળવવા કોઈ પણ ખેડૂતને લાઈનમાં ઊભા રહેવામાંથી છુટકારો મળશે. તેમજ સરળતાથી ખાતર મળવાના પગલે ખેતીમાં નોંધપાત્ર વધારો થઈ શકશે. હાલમાં 26,696 જેટલો ખાતરનો જથ્થો હિંમતનગરથી જ વિતરિત કરવામાં આવશે.
કાળા બજારીઓ માટે ટ્રેન લપડાક સમાન
જેમાં યુરિયા, એમોનિયમ સલ્ફેટ અને એ.એસ.પી રાસાયણિક ખાતરની શરૂઆત કરાઈ છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ હવેથી ખાતર સીધેસીધું સાબરકાંઠા અને અરવલ્લી માટે હિંમતનગર રેલવે સ્ટેશન સરળતાથી મળી શકશે. જોકે, હિંમતનગર ખાતે ખાતર મળવાના પગલે જિલ્લાના ખેડૂતો વેપારીઓ તેમજ જીએસએફસીના અધિકારીઓએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ ખેડૂતોએ કાળા બજાર કરનારાઓ માટે ટ્રેન લપડાક સમાન ગણાવી હતી.