સાબરકાંઠા: સમગ્ર ભારતમાં કેટલીય જાતિના સાપ જોવા મળે છે. જો કે, 15 પ્રકારના સાપ ઝેરી હોય છેય ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ચાર પ્રકારના સાપ ઝેરી હોય છે. જે કોઈપણ વ્યક્તિ માટે મૃત્યુનું કારણ બનતા હોય છે. જો કે, સાપને જો હેરાન-પરેશાન ન કરીએ તો તેઓ ક્યારેય કોઈને કરડતા નથી.
આજે નાગપંચમીઃ નાગ ક્યારેય દૂધ પીતા નથી, નાગની પૂજા સાથે આજે રક્ષણ કરવું જરૂરી - સાપનું રક્ષણ
આજે નાગપંચમી છે, જેના પગલે સમગ્ર ભારતભરમાં નાગની પૂજા-અર્ચના કરી દૂધ આપવાની પરંપરા છે. જો કે, નાગ ક્યારેય દૂધ પીતા નથી. તેમજ કદાચ કોઈ નાગ દૂધ પીવે તો તેનું તાત્કાલિક મોત થાય છે.
સાબરકાંઠામાં છેલ્લા કેટલાય વર્ષોથી હજારો સાપની પકડી સુરક્ષિત જગ્યાએ છોડતાં નિકુલભાઇ શર્માનું માનવું છે કે, સાપનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. સાપ એ ખેડૂત મિત્ર છે અને તેના થકી ઉંદર ,દેડકા સહિત અન્ય કેટલાંય નાના-મોટા સરિસૃપોને કંટ્રોલ કરવાનું કામ સાપ દ્વારા થાય છે. જો કે, છેલ્લા કેટલાંક વર્ષોમાં સાપ ધીરે ધીરે નાશ થઇ રહ્યાં છે, ત્યારે નાગ પંચમીના દિવસે માત્ર નાગની પ્રતિમાનું પૂજન કરવું એનાથી પણ મોટી વાત નાગ કે, સાપનું રક્ષણ કરવું જરૂરી છે.
આજના તબક્કે મોટા ભાગના મંદિરો તેમજ જાહેર સ્થળો ઉપર કોઈપણ પ્રકારનો સરીસૃપ દેખાય તો તેને તાત્કાલિક ધોરણે લોકો દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવે છે, ત્યારે નાગ કે સાપને આગામી સમયમાં મોતને ઘાટ ઉતારતા પહેલા કોઈપણ પશુ પ્રેમીને જાણ કરવામાં આવે તો તેના દ્વારા સુરક્ષિત સ્થાને મૂકી શકાય છે. સામાન્ય રીતે કોઈપણ પ્રકારના સાપ માંસાહારી હોય છે. જો કે, કેટલાંક સમયથી ભૂખ અને તરસને કારણે કદાચ દૂધ જેવી વસ્તુ તેના પેટમાં જાય તો તેનું મોત થતું હોય છે. તેમજ જ્યારે કોઈ પણ પ્રકારનો ઝેરી કે બિનઝેરી સાપ કરડે તો તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ પહોંચી મેડિકલ સેવા લેવી જરૂરી છે, ત્યારે વનવિભાગ દ્વારા આગામી સમયમાં આવા સરિસૃપોને બચાવવા માટે ઠોસ પગલાં લેવાય તે જરૂરી છે.